error: This Content is protected !!

જસદણમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા છ બાજીગરો ઝડપાયા એક જુગારી ફરાર

જસદણમાં વૃંદાવન સોસાયટીમાં સ્ટ્રીટ - લાઈટના અજવાળે જુગાર રમતા છ શખસોને રોકડ, મોબાઈલ સહિત કુલ રૂ.૭૪,૨૫૦ સાથે પકડી પાડડ્યા હતા જ્યારે એક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. તમામ સામે જુગારધારા કલમ હેઠળ જસદણ પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. દરોડાની વિગત મુજબ, જસદણ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે વૃંદાવન સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળા જાહેરમાં જુગાર રમતા છ શખસોને ઝડપી પાડ્યા હતા. જેમા કૌશિક અશોક ગોહેલ(રહે બાપાસીતારામના ઓટા પાસે, જસદણ), હસમુખ બીપીન નિત્યાનંદ (રહે. આનંદધામ સોસાયટી, જસદણ), હાર્દિક નિલેશ દેવમોરારી (રહે જસદણ મફતિયાપરા), મયુર ઉકા ગળીયા (રહે વાજસુરપરા, જસદણ), નિલેશ રમેશ સોસા(રહે વાજસુરપરા, જસદણ), જયદીપ નીરૂ ખાચર (રહે જસદણ મફતીયાપરા)નો સમાવેશ થાય છે. જયારે જય ઉર્ફે જેકી કાંતિલાલ સાંખડ(રહે. વૃંદાવન સોસાયટી, જસદણ) નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે મોબાઈલ, રોકડ, બાઈક સહિત કુલ રૂ.૭૪,૨૫૦નો મુદ્દામાલ કબજે

કરી કાર્યવાહી કરી હતી.