error: This Content is protected !!

વિંછિયાના બંધાળી ગામે કારખાનાની દિવાલ પાસે પતાર્ટીચતા છ શખ્સને પોલીસે દબોચ્યા

વિછીયા તાલુકાના બંધાળી ગામે કારખાના પાસે જુગાર રમતા છ શખસોને રૂ.૧૫,૪૧૦ની રોકડ સાથે પકડી પાડી તમામ સામે જુગારધારા કલમ હેઠળ વિછીયા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગત મુજબ દરોડામાં વિંછીયા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ડાયાભાઈ લવજીભાઈ ગોહિલના બંધાળી ગામે આવેલ કારખાના પાસે દીવાલની છાયામાં જાહેરમાં અમુક શખ્સો જુગાર રમી રહ્યા છે, જે પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા બંધાળી ગામના રહેવાસી નારણ કરસન ગમારા, રણજીત પરબત ગોહિલ, ભરત શામજી જાદવ, સંજય આંબા મકવાણા, વિમલ હકા બારૈયા, વનરાજ કલ્યાણ મકવાણાને જુગાર રમતા પકડી પાડી પટમાંથી રૂ૧૫,૪૧૦ની રોકડ કબજે કરી તમામ સામે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી