પાટીલના લાંબા એકસટેન્શન બાદ પાંચ વર્ષે નવા પ્રદેશ પ્રમુખ મળ્યા બાદ સંગઠન નવરચના ભાજપના પ્રદેશ સંગઠનમાં સૌરાષ્ટ્રનો દબદબોઃ ત્રણ મહામંત્રી પદ ટીમ જગદીશ વિશ્વકર્મા બની
પાટીલના સમયના પૂરા સંગઠનને બાય બાય નવા પ્રદેશ પ્રમુખે ભુતકાળની કોઇ છાયા પણ ન રહે તે પણ નિશ્ચિત કર્યુ: સૌરાષ્ટ્રમાંથી પ્રશાંત કોરાટ અને હિતેન્દ્રસિંહ ચૌહાણને અપાયેલું પ્રમોશન સૌને ચોંકાવી ગયું: વર્તમાન અને પૂર્વ સાંસદોને પણ સંગઠનમાં લેવાયા: મોરચાઓની પણ રચના કરી દેવાઇ
ગુજરાતમાં લાંબા ઇન્તેજાર બાદ અંતે ભાજપના પ્રદેશ સંગઠનની થયેલી રચનામાં એક તરફ સૌરાષ્ટ્ર અને કચ્છનો દબદબો હોવાનું બહાર આવ્યું છે તો બીજી તરફ હવે આ સંગઠનમાં જે રીતે પ્રાદેશિક અસમતુલા પણ દેખાઈ રહી છે તે જોતા આગામી
દિવસોમા તે કઈ રીતે ભાજપ નવા સમીકરણો બેસાડશે તેના પર નજર છે.ચૂંટણી અને નાણા મેનેજમેન્ટ વિશ્વાસુઓને
ભાજપમાં લાંબા સમય સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કામ કરીને પોતાની ક્ષમતા અને વિશ્વાસ સંપાદન કરનાર પરીન્દુ ભગત કે જે ભાજપમાં કાકુભાઇ નામથી ઓળખાય છે તેઓએ ખજાનચી અને તેમની સાથે રાજકોટના પૂર્વે સાંસદ મોહનભાઇ કુંડારીયાને સહખજાનચી તરીકે નિયુક્ત કર્યા છે આમ ભાજપમાં કાકા ગયા (સુરેન્દ્ર પટેલ) અને કાકુ આવ્યા છે. જયારે મોહનભાઇ કુંડારીયા કે જેઓ રાજયમાં અને કેન્દ્રમાં મંત્રી પદે રહી ચુકયા છે તેઓને હવે કમલમમાં ખાસ જવાબદારી સોંપાઇ છે.
ગુજરાતમાં સી.આર.પાટીલને ત્રણ વર્ષના નિશ્ચિત કાર્યકાળમાં બે વર્ષમાં સસ્પેન્સભર્યા એકસટેન્શન અને ત્યારબાદ નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની વરણી પછી પણ લગભગ અઢી માસ સુધી નવા સંગઠનની રાહ જોવી પડી હતી અને તેમાં જે નામો ચર્ચામાં હતા ખાસ કરીને ભાજપના સંગઠનમાં જેનો પ્રભાવ હતો તેમને લગભગ કાપી નાખવામાં આવ્યા છે. સૌપ્રથમ તો મહત્વ એ છે કે ભાજપમાં સી.આર.પાટીલ યુગનો અંત આવી ગયો છે.
ગુજરાતના સંગઠનમાં
આ પ્રકારે કેટલી બાદબાબી આશ્ચર્યજનક કરીને અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ ઊભી થવા મરણિયા પ્રયાસ કરે છે અને જે નવી આમ આદમી પાર્ટીનો પણ પડકાર છૅ હૉદા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરીશ્મા અને અમિતભાઇ શાહની વ્યુહરચનાને કારણે જ મળતા હોય છે અને રાષ્ટ્રીય સ્તરથી પ્રદેશ સ્તર સુધી આ જ ફોર્મ્યુલા કામ કરે છે. ચાર મહામંત્રીઓમાં માંડવીના ધારાસભ્ય અનિરૂધ્ધ દવે ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ પ્રશાંત કોરાટ, સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ હિતેન્દ્રસિંહ પરમાર, ખેડા જિલ્લાના પૂર્વ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટને સ્થાન અપાયું છે