error: This Content is protected !!

જસદણમાં ભવાની આર્ટ કેમ્પમાં બાળકોએ ૧૭ સાંસ્કૃતિક કલા કૃતિઓ રજૂ કરી કલા કૌશલ્ય નું સુંદર પ્રદર્શન કર્યું

પ્રોત્સાહન પત્ર રૂપે લાલભાઈ માઢક દ્વારા રૂ ₹5,500 ઇનામ તથા આશાબેન ત્રિવેદીએ બાળકોને નાસ્તો કરાવી પ્રોત્સાહિત કર્યા 

 

જસદણના જીલેશ્વર પાર્ક ખાતે ભવાની આર્ટ કેમ્પ દ્વારા એક શાનદાર અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક નાના-નાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની અંદર રહેલી કળા-કૌશલ્યનું સુંદર પ્રદર્શન કર્યું હતું. બાળકો દ્વારા ૧૭ જેટલી કલા કૃતિઓની પ્રસ્તુતિ સાંસ્કૃતિક મંચ પર બાળકોએ એકથી ચડિયાતી એક એવી કુલ ૧૭ જેટલી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. જેમાં દેશભક્તિ ગીતો, પરંપરાગત નૃત્યો અને સાંસ્કૃતિક નાટકો દ્વારા બાળકોએ ઉપસ્થિત તમામ નગરજનોના દિલ જીતી લીધા હતા. બાળકોના આ અદભુત પર્ફોર્મન્સે સમગ્ર માહોલને આનંદિત કરી દીધો હતો બાળકોનો ઉત્સાહ વધારવા અને તેમનામાં રહેલી પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે જાણીતા અગ્રણી શ્રી લાલભાઈ માઢક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકોની કળાને બિરદાવી હતી અને ભવાની આર્ટસ કેમ્પના આ સરાહનીય પ્રયાસને પ્રશંસાપાત્ર ગણાવ્યો હતો. આ તકે લાલભાઈ માઢક ( મહાદેવ ) તરફથી ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહન રૂપે રૂપિયા ૫,૫૦૦/- ની કીટ ભેટ આપવામાં આવી હતી. અને આશાબેન ત્રિવેદી તરફથી નાસ્તો આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભવાની આર્ટ કેમ્પના સંચાલકો અને જીલેશ્વર પાર્કના રહીશોએ ભારે જહેમત ઉઠાવી હતી. મોટી સંખ્યામાં વાલીઓ અને સ્થાનિક લોકોએ ઉપસ્થિત રહીને બાળકોની આ કળાને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી