error: This Content is protected !!

પેટ્રોલ ડીઝલ અને ખાતર બીયારણનો ભાવ વધારો પાછો ખૅચૉ અન્યથા આંદોલન જસદણ શહેર કોંગ્રેસ પ્રમુખૅ મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો

જસદણ શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ વોર્ડ નંબર એકના સદસ્ય ધીરુભાઈ મોહનભાઈ છાયાણીઍ પેટ્રોલ ડીઝલ ગેસ ખાતર બિયારણ ના ભાવ વધારા સામે મુખ્યમંત્રીને લેખિત પત્ર પાઠવી અસહ્યભાવ વધારો પાછો ખેંચવા રજૂઆત કરી છે અન્યથા આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે લૅખીત પત્રમાં જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાલ ગુજરાતમાં તાલુકા અને જીલ્લા ની ચૂંટણી પૂર્ણ થઈ ગયેલ હોય અને જે તે વિસ્તારમાં ભાજપના સભ્યો ચુંટાયેલા હોય અને ચુંટણી સભામાં ભાષણ માં ગુજરાતની જનતાને વચન આપેલ છે કે અમે ભાજપ સરકારમાં કોઈ ભાવ વધારો કરશું નહીં અને ચુંટણી પૂર્ણ થતા અને ગુજરાતની જનતાએ ભાજપને બહુમતી આપેલ પણ ચૂંટણીના પરિણામ પહેલા જ ગુજરાત સરકારે ગેસ, પેટ્રોલ, ડીઝલ અને ખાતર બિયારણના ભાવમાં બહુ વધારો આપેલ છે. તો શું ગુજરાતની પ્રજાની મશ્કરી કરીને ભાવ વધારો કરેલ છે? તેઓ વેધક સવાલ ઉઠાવી ધીરુભાઈ છાયાણીઍ વધુમાં જણાવ્યું છે કે અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે કે ગેસ, પેટ્રોલ, ડીઝલ તથા ખાતર બિયારણના ભાવ વધારો પાછો ખેંચો અને ગુજરાતની જનતાને રાહત આપો તેવી અમારી માંગણી છે. જો આ ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો અમારે કોંગ્રેસ પક્ષે ના છૂટકે ગાંધી ચીંધ્યા માર્ગે ગુજરાતની જનતાને સાથે રાખીને આંદોલન કરવાની ફરજ પડશે તૅ તમામ જવાબદારી ગુજરાત સરકારની રહેશે. તેમ અંતમાં જણાવ્યું હતું