ચોટીલાના કુંદણી પાસૅ ડ્રાઈવરને છરી બતાવી લૂંટ ચલાવનાર જસદણના યાગ્નિક સાકરીયા અનૅ વિશાલ ગરિયાનૅ એલસીબીએ દબૉચી લીધા
વિશાલ અગાઉ બાલાજી વેફર્સમાં કામ કરતો તૉ ઓનલાઇન ગેમમાં રૂપિયા હારી જતા લૂંટનું કાવતરું ઘડ્યું તું બંને પૉલીસ સકંજામાં
ચોટીલાના આણંદપુર પોલીસ મથકની હદમાં આવેલા કુંદણી ગામ પાસે જઈ રહેલ બાલાજી વેફર્સની ગાડીને રોકી બે બુકાનીધારી શખ્સોએ ગાડીના ડ્રાઈવરને છરી બતાવી ધમકી આપી રોકડ રૂ.૪૫ હજારની લૂંટ ચલાવી નાશી છુટયા હતા.
એલસીબી પોલીસે રોકડ રૂા. ૪૫,૦૦૦, મોબાઈલ અને બાઈક સહિત કુલ રૂા.૮૫,૦૦૦નો મુદામાલ કબજે કર્યો બનાવ અંગે ભોગ બનનાર ડ્રાઈવરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા એલસીબી ટીમે તપાસ હાથ ધરી હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદથી ગણતરીના કલાકોમાં જ લૂંટનો ભેદ ઉકેલી લૂંટને અંજામ આપનાર યાજ્ઞિક બાબુભાઈ સાકરીયા અને વિશાલ જગાભાઈ ગરિયા બંને રહે.જસદણ,રાજકોટને ઝડપી પાડયા હતા તેમજ પોલીસે ઝડપાયેલા બંને શખ્સો પાસેથી લૂંટની રોકડ રકમ રૂ.૪૫૦૦૦, ૦૨ મોબાઈલ કિંમત રૂ.૧૦,૦૦૦ અને લૂંટ ઉપયોગમાં લેવાયેલા બાઈક રૂ.૨૦,૦૦૦ સહિત કુલ રૂ.૮૫,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાથમિક તપાસ દરમિયાન સામે ઝડપાયેલા બંને શખ્સો ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જતા લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. ઝડપાયેલો વિશાલ ગરિયા અગાઉ બાલાજી વેફર્સમાં કામ કરતો હોવાથી તેને માલ સપ્લાય બાદ રોકડ રકમ લઈને આવતી ગાડી અંગે સંપૂર્ણ જાણકારી હતી. આથી ડ્રાઈવરને નિશાન બનાવી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.