વીંછિયાના જનડા-કંધેવાળિયા રોડ પર પુલમાં ભ્રષ્ટાચાર નો ભુવો પડતા માર્ગ મકાન વિભાગ હરકતમાં આવ્યું સમારકામની ખાતરી
વીંછિયા તાલુકાના અમરાપુર ગામ નજીક જનડા અને કંધેવાળીયા રોડ વચ્ચે કરોડો રૂપિયાના ખર્ચે બે વર્ષ પહેલાં બનૅલ પુલમાં ભ્રષ્ટાચાર નો ભુવો પડતા સ્થાનિકોમાં તંત્રની બેદરકારી અને નબળી કામગીરીને પગલે લોક રોષ ભભુકી ઉઠ્યો હતો
સ્થાનિકો ના જણાવ્યા પ્રમાણે આ પુલ બનતો હતો ત્યારથી જ
નબળી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાના અને વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા હતા. તે સમયે સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવા છતાં જવાબદાર વિભાગ દ્વારા કોઈ ગંભીરતા દાખવવામાં આવી નહોતી. પરિણામે, માત્ર બે જ વર્ષના ટૂંકા ગાળામાં પુલ વચ્ચે મોટો ભૂવો પડી જતાં તંત્રની નબળી કામગીરી ની પોલી સાબિત થઈ છે. હાલમાં આ પુલ પરથી પસાર થતા વાહનચાલકો માટે આ સ્થિતિ જીવનું જોખમ બની ગઈ છે. પુલ વચ્ચે પડેલો મોટો ભુવો ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ છૅ આ ગંભીર મામલે માર્ગ અને મકાન વિભાગૅ આ પુલ અંગેની પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરવા માટેના આદેશો આપી દેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં જ પુલના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવશે