error: This Content is protected !!

આટકોટ ગોંડલ ચોકડીએ એકે ફૂડના સફાઈ કામદારની પ્રમાણિકતા ₹21 હજારની માળા પરત આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

આજના સમયમાં જ્યાં ખોવાયેલી કિંમતી વસ્તુઓ પરત મળવી દુર્લભ બની ગઈ છે, ત્યારે આટકોટ ગોંડલ ચોકડી સ્થિત એ.કે. ફૂડ મોલના સફાઈ કામદાર કૃણાલભાઈ રાજેશભાઈ પરમારે પોતાની ઈમાનદારી અને નિષ્ઠાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આટકોટના હાર્દિકભાઈ ત્રિવેદી ગોંડલ ચોકડી ખાતે આવેલા એ.કે. ફૂડ મોલમાં ફ્રેશ થવા માટે ગયા હતા. તે દરમિયાન તેઓ પોતાની ગળામાં પહેરેલી અંદાજે ₹21,000 કિંમતની માળા બાથરૂમમાં ભૂલી ગયા હતા. થોડા સમય બાદ માળા ગુમ થયાનું ધ્યાન આવતા તેઓ ચિંતિત બન્યા અને જ્યાં-જ્યાં ગયા હતા ત્યાં તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન હાર્દિકભાઈ એ.કે. ફૂડ મોલ પહોંચ્યા અને ત્યાં પૂછપરછ કરતા જાણવા મળ્યું કે બાથરૂમમાંથી મળેલી માળા ફૂડ મોલના સફાઈ કામદાર કૃણાલભાઈ પરમારે સાચવીને રાખી હતી. હાર્દિકભાઈ દ્વારા ખરાઈ કરવામાં આવતા કૃણાલભાઈએ કોઈપણ લાલચ રાખ્યા વગર માળા તેમને પરત સોંપી દીધી હતી. ગોખલાણા ગામના રહેવાસી કૃણાલભાઈ રાજેશભાઈ પરમારની આ નિષ્ઠા અને ઈમાનદારીની સૌએ પ્રશંસા કરી હતી. તેમની આ કામગીરીએ માનવતા અને પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ સમાજ સમક્ષ રજૂ કર્યું છે. ઈમાનદારી પ્રમાણિકતા હજુ જીવંતછૅ તૅનૉ પુરાવો બની છે કે સચ્ચાઈ અને માનવતા આજે પણ સમાજમાં અસ્તિત્વ ધરાવે છે.