ફોન ચોરી મારો ધંધો છે સોશિયલ મીડિયામા ખુબ વાયરલ ઑડીયૉ કલીપના ખાનદાન ઇમાનદાર મોબાઈલ ચૉરનૅ રાજકોટ એલસીબીએ ઝડપી લીધૉ
તું નોકરી કરે છે તો 500 આપજે પોલીસ ફરિયાદ કરવી હોય તો છુટ રીઢા તસ્કર ઈટલી પાસૅથી 56 હજારના ચૉરાવ બાર મોબાઇલ ફોન જપતે કરાયા
રાજકોટ શહેરમાં થોડા દિવસો પહેલાં સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી એક ઓડિયો ક્લિપે ભારે ચકચાર જગાવી હતી, જેમાં એક તસ્કરે ફોન માલિકને એવું કહેતો સાંભળવા મળ્યો હતો કે હું ખાનદાન ચોર છું મોબાઈલ જોતો હોય તો 1 હજાર આપો આ ઓડિયો ક્લિપવાળા કુખ્યાત તસ્કર વિક્રમ ઉર્ફે ઇટલી મનુ મકાને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે સિવિલ હોસ્પિટલ ચોકમાંથી દબોચી લીધો છે. પોલીસે તેની પાસેથી રૂ.56 હજારની કિંમતના 12 ચોરાઉ મોબાઈલ ફોન કબજે કર્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ઈટલી અત્યાર સુધીમાં 1000થી વધુ મોબાઈલની ચોરી કરી ચૂક્યો છે. તે ભીડભાડવાળા વિસ્તારો, હોટેલ અને મોલને નિશાન બનાવતો હતો. ચોરી કર્યા બાદ તે ફોન સ્વિચ ઓફ કરવાને બદલે ચાલુ રાખતો અને સામેથી ફોન આવે ત્યારે માલિક પાસે રૂ.1000ની માગણી કરતો. જો માલિક રૂપિયા
આપી દે, તો તે પ્રામાણિકતા બતાવીને ફોન પરત કરી દેતો હતો ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ ડી.પી.ઝાલા અને ટીમ હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ ડાંગર તથા કોન્સ્ટેબલ ધર્મરાજસિંહ રાણા પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ઇટલીને ઝડપી લેવાયો હતો. તેણે રાજકોટના ધર્મેન્દ્ર રોડ, ભાગ્યલક્ષ્મી હોસ્પિટલ, મોરબી અને જેતલસર રેલવે સ્ટેશન પરથી ફોન ચોર્યાની કબૂલાત આપી છે પોલીસે લોકોને અપીલ કરતાં જણાવ્યું છે કે આવા કૉઇ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો વીડિયો બનાવી 112 પર કોલકરો પોલીસે જનતાને અપીલ કરી છે કે, ભીડભાડવાળી જગ્યાઓ, હોટેલ કે ચાની કીટલી પર પોતાના કિંમતી સામાનનું ધ્યાન રાખવું. જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય, તો તુરંત પોતાના મોબાઈલથી તેની વીડિયોગ્રાફી કરી 112 હેલ્પલાઇન નંબર પર પોલીસનો સંપર્ક કરવો.