error: This Content is protected !!

ગ્રામ પંચાયતની જગ્યા પચાવી પાડવા પ્રયાસઃ અટકાવવા ગયેલ સરકારી કર્મીઓની ફરજમાં રૂકાવટ

જસદણના વડોદ ગામનો બનાવ ખુલ્લી જગ્યામાં બાબા સાહેબનું બોર્ડ લગાવી દિધું, ટીડીઓ, નાયબ મામલતદાર, તલાટી મંત્રી કાર્યવાહી કરવા જતા એક શખ્સે પ્રવાહી પી ટોળાએ ધમાલ મચાવી

 

પંચાયત કચેરીમાં અમરેલીના વસંત ચાવડાએ ફોનમાં ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી, પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો

 

જસદણના વડોદ ગામમાં ગ્રામ પંચાયતની જગ્યા પચાવી પાડવા પ્રયાસ થયો હતો. જે અટકાવવા ગયેલ સરકારી કર્મીઓની ફરજમાં રૂકાવટ કરતાં જસદણ પોલીસ મથકમાં ચાર શખ્સો સામે ગુનો નોંધાયો હતો. બનાવ અંગે જસદણના આંબરડી વડોદ ગામના તલાટી કમ મંત્રી મહેશભાઈ આંબાભાઈ કુકડીયા (ઉ.વ.૩૨) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રમેશ હમીર ચાવડા, પ્રવીણ માલા ચાવડા (રહે - બંને વડોદ, જસદણ), રમેશ (રહે - આણંદપર, ચોટીલા) અને વસંત ચાવડા -। (રહે.અમરેલી) નું નામ આપતા જસદણ પોલીસે ફરજમાં સ્કાવટ સહિતની એકટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ આંબરડી ગામે તલાટી કમ મંત્રી તરીકે રેગ્યુલર ચાર્જ સંભાળે છે અને છેલ્લા એક વર્ષથી વડોદ ગ્રામ પંચાયતમાં પણ તલાટી કમ મંત્રી તરીકેનો પણ ચાર્જ સંભાળે છે.

વડોદ ગામમાં પંચાયતના અધિકારને લગત પ્રશ્ન ઉભો થાય તેનાથી સરપંચ અને પંચાયતના સભ્યો માહિતગાર કરતા

હોય તેવી જ રીતે ગઈ તા.૧૩/૦૪/૨૦૨૬ ના રાતના સમયે વડોદ ગામના સરપંચનો ફોન આવેલ કે, વડોદ ગામે નવી આંગણવાડી પાસે આવેલ ખુલ્લી જગ્યામાં અનુ. જાતીના લોકો દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરના ફોટા વાળું એક બોર્ડ મુકવામાં આવેલ છે, જે જગ્યા ગ્રામ પંચાયત વડોદની માલિકીમાં આવે છે,