error: This Content is protected !!

જસદણના વડોદ ગામે સરપંચની હેરાનગતિથી કંટાળી રમેશ ચાવડાએ આપઘાતનો પ્રયાસ કર્યો

ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીએ લગાવેલ પોસ્ટર કાઢી નાખવાનું કહીં હેરાનગતિ કરતો હોવાનો આક્ષેપ

 

જસદણના વડોદ ગામે સરપંચની હેરાનગતિથી કંટાળી રમેશ ચાવડાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીએ લગાવેલ પોસ્ટર કાઢી નાખવાનું કહીં હેરાનગતિ કરતો હોવાનો આક્ષેપ કરાયો છે. આ અંગે મળતી વિગત મુજબ રમેશભાઈ હમીરભાઈ ચાવડા ઉંમર વર્ષ ચાલીસ રહે વડોદરા ગામ તાલુકો જસદણ ગઈકાલે પોતે વડોદ ગામમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના પોસ્ટર પાસે હતા ત્યારે ફીનાઇલ ઘટઘટાવી લીધું હતું. તેમને પ્રથમ જસદણ હોસ્પિટલ બાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. રમેશભાઈ એ જણાવ્યું કે હું ઇલેક્ટ્રીક થાંભલા નાખવાની મજૂરીનું કામ કરું છું. હું બે ભાઈ અને બે બહેનમાં નાનો છું મારે સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. વડોદ ગામના સરપંચ હિંમતભાઈ ગોરધનભાઈ ડાભી અમને અવારનવાર કોઈપણ બાબતે હેરાન પરેશાન કરતા હોય, અમે ૧૪ મી એપ્રિલે બાબાસાહેબ ની જન્મ જયંતી એ ગામમાં-પોસ્ટર માર્યું હતું. જે પોસ્ટર કાઢી નાખવા માટે હિંમતભાઈએ કહ્યું હતું. જેનું લાગી આવતા ફિનાઈલ પીધું હતું. જસદણ પોલીસે રમેશભાઈનું નિવેદન નોંધવા માટે કાર્યવાહી કરી હતી. આ તરફ ગામના તલાટીએ રમેશભાઈ વિરુદ્ધ ફરજ રૂકાવટનો ગુનો દાખલ કર્યો હોવાનું જાણવા મળે છે