ભરતભાઈ બોઘરાથી લઇ જયેશભાઈ રાદડીયા સૌના નામની ચર્ચા હતી પણ કપાયા પાટીલના ફેવરિટ ગણાયેલા અને તેની નજરે ચડેલા બંનેને કોઈ સ્થાન નહીં
ગુજરાત ભાજપનું સંગઠન બની રહ્યું હતું તે સમયે સૌરાષ્ટ્રમાં પાટીલ કાળ સમયે પ્રભાવશાળી બની રહેલા ઉપપ્રમુખ ભરતભાઈ બોઘરાને મહામંત્રીની જવાબદારી સોંપાઇ શકે છે તેવી ચર્ચા હતી. ભુતકાળમાં વિજયંભાઇ રૂપાણીની આંગળી પકડીને ભાજપમાં આવેલા અને બાદમાં પાટીલને પોતાના મેન્ટર બનાવનાર ભરતભાઈ બોઘરા માટે સંગઠનમાં સ્થાન ન મળવું તેઓએ હવે કોઇ પદ માટે નવી ચૂંટણીની રાહ જોવી પડશે. રસપ્રદ બાબત એ છે કે જયેશ રાદડીયા કે જેની ચર્ચા મંત્રીમંડળથી
લઇ સંગઠન બંનેમાં હતી તેઓને અગાઉ મીનીસ્ટ્રીમાં સ્થાન ન મળ્યું અને હવે સંગઠનમાં પણ તેમને કોઈ પદ નથી મળ્યું.
રસપ્રદ બાબત એ છે કે પ્રશાંત કોરાટ કે જેઓ અને જયેશ રાદડીયા એક જ મત વિસ્તારના મહારથી છે તેઓમાં પ્રશાંત કોરાટનું પ્રમોશન એ આગામી દિવસોમાં કેવા રંગ લાવે છે તેના પર સૌની નજર છે. રાદડીયા અગાઉ સી.આર.પાટીલની નજરમાં ચડી ગયા હતા. આમ પાટીલની અસર પૂરી રીતે ભુસી નાંખવા આ રચના થઇ છે તેવી ચર્ચા છે.