જસદણના જીવાપર ગામમાં બંધ મકાનમાં તોસ્કરોએ હાથ સાફ કર્યા પાંચ તોલા સોનું અને રોકડ ચોરી છન્નન સીસીટીવી ના આધારે આટકૉટ પોલીસે તપાસ આદરી
જસદણના જીવાપર ગામે તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી અંદાજે 5 તોલા સોનાના દાગીના અને રોકડ રકમ પર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
જીવાપર ગામે મોડી રાત્રે અંધારાનો લાભ લઈને અજાણ્યા તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરી ઘરના કબાટ અને તિજોરીના તાળા તોડી અંદર રાખેલા આશરે કે તોલા સોનાના કિંમતી દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી હતી. જો કે મકાન માલિકે હજુ વિધિવત ફરિયાદ નોંધાવી નથી આ ચોરીના બનાવની સૌથી મહત્વની કડી સીસીટીવી ફૂટેજ સાબિત થઈ છે. મકાનની નજીક લાગેલા CCTV કેમેરામાં મોટી રાત્રે કેટલાક શંકાસ્પદ શખ્સોની હિલચાલ અને તેમની શંકાસ્પદ ગતિવિધિઓ સ્પષ્ટપણે કેદ થઈ હતી. ફૂટેજના આધારે સ્થાનિકો અને પોલીસ દ્વારા તસ્કરૉનો ચહેરો ઓળખી કાઢવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.
ચોરીની ઘટનાની જાણ થતાં જ આટકોટ પોલીસ માકનો કાફલો તાત્કાલિક જીવાપર ગામે દોડી આવ્યો હતો. પોલીસે પટનાસ્થળનું પંચનામું કરી બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે લઈ લીધા હતા અને સ્થાનિક લોકોની પૂછપરછ શરૂ કરી દીધી હતી. આ મામલે ભોગ બનનાર પરિવાર દ્વારા અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આટકોટ પોલીસે જણાવ્યું હતું કે, ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે