error: This Content is protected !!

જસદણના જીવાપરમા તસ્કરોનો પડાવ ચૉર પાદરના ઘરમાંથી બાઈક હંકારી ગયા આટકોટ પોલીસે ચૉરને પકડવા ચક્રો ગતિમાન કર્યા

હજુ બે દિવસ પહેલા સોનાના દાગીના અને રોકડની ચોરી થઈ હતી ફરી ચોર ટોળકી ત્રાટકતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છૅ સીસીટીવીના આધારે ત્રણ શખસોની શોધખોળ

 

જસદણના સાણથલી આટકોટ નજીકના જીવાપરમા ગામના પાદરમાં આવેલા રહૅણાક મકાનમાંથી હરામખોર ચૉર મવાલીઓ બાઈક ઉઠાવી ગયાની પોલીસમાં ફરિયાદ થતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી હજુ બે ત્રણ દિવસ પહેલા જ જીવાપર ગામમાંથી પાંચ તોલા સોનું અને રોકડની ચોરી થઈ હતી તે ચોર હજુ પકડાયા નથી ત્યાં જ ગામના પાદર માંથી બાઈક ઉઠાવી જતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે સાણથલી અનૅ આટકોટથી ૧૦ કિ.મી. દૂર આવેલા જીવાપર ગામના પાદરમાં ગેટ પાસે આવેલા ભરતભાઈ બોદરના મકાનમાંથી મવાલી તસ્કરો બાઈક ઉઠાવી ગયાની જાણ કરાતા પોલીસ આટકૉટ દોડી ગઈ હતી. સીસીટીવી ફૂટેજ જોવામાં આવતા તેમાં બે થી ત્રણ લોકો નજરે પડતા પોલીસે અંદરખાને તપાસ હાથ ધરી હતી. ઘરમાંથી અન્ય માલમત્તાની પણ ચોરી થયાનું જાણવા મળ્યું છે.