error: This Content is protected !!

નવાગામની યુવતીનૅ કઠલાલના શખ્સે બૅ ફૅક આઇડી બનાવી હૅરાન કરવા અભદ્ર પોસ્ટ મૂકી ધમકી આપી જસદણ પોલીસે જેલ ભેગો કર્યો

ઇન્ટાગ્રામ પર દોસ્તી કરવી યુવતીનૅ ભારૅ પડી આરૉપીનૅ સોશિયલ મીડિયા પર બ્લોક કરાતાં જ વિકૃત માનસિકતા છતી કરી પોલીસે પાઠ ભણાવ્યૉ  

 

સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે મિત્રતા કરવી કેટલી જોખમી સાબિત થઈ શકે છે, તેનો કિસ્સો જસદણના નવાગામમાંથી સામે આવ્યો હતો. જ્યાં એક યુવતીને ઇન્સ્ટાગ્રામ પર યુવક સાથે થયેલી દોસ્તી ભારે પડી હતી. પ્રેમસંબંધ રાખવા દબાણ કરી યુવતીના ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ કરી બદનામ કરનારા કઠલાલના શખ્સ સામે જસદણ પોલીસે ગુનો નોંધી તેને જેલભેગો કરી દીધો હતો. મળતી માહિતી મુજબ, ખેડા જિલ્લાના કઠલાલ ના ગામના પંકજ ડાભી નામના શખ્સે જસદણના નવાગામની યુવતીને ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. યુવતીએ રિક્વેસ્ટ સ્વીકારતા બંને વચ્ચે મિત્રતા થઈ હતી. ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ ન મારફતે બંને વચ્ચે આશરે સાત મહિના સુધી વાતચીત ચાલી હતી. જોકે, સમય જતાં બંને વચ્ચે અણબનાવ બનતા અને મનમેળ ન રહેતા યુવતીએ પંકજ સાથેનો સંપર્ક તોડી નાખ્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર બ્લોક કરી દીધો હતો.

યુવતીએ વાતચીત બંધ કરી દેતાં ઉશ્કેરાયેલા પંકજ ડાભીએ યુવતીને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. તેણે ઇન્સ્ટાગ્રામ પર બે અલગ-અલગ ફેક આઇડી બનાવ્યા હતા. આ ફેક આઈડી પર યુવતીના ફોટાનો દુરુપયોગ કરી અભદ્ર પોસ્ટ અને સ્ટોરીઓ મૂકી તેને સમાજમાં બદનામ કરવાનો ઘૃણાસ્પદ પ્રયાસ કર્યો હતો. આટલેથી ન અટકતા, આરોપી અલગ-અલગ મોબાઇલ નંબર પરથી યુવતીને ફોન કરીને ધમકીઓ આપતો હતો. તે યુવતી પર તેની સાથે જબરદસ્તીથી સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો અને જો યુવતી સંબંધ ન રાખે તો તેને સોશિયલ મીડિયા પર વધુ બદનામ કરવાની અને સતત પરેશાન કરવાની ધમકીઓ આપતો હતો. આખરે યુવતીએ હિંમત દાખવી જસદણ પોલીસ મથકમાં પંકજ ડાભી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.