error: This Content is protected !!

આટકોટમાં પુત્રીને ભગાડી ગયાની શંકાએ બઘડાટી જસદણના ૯ લોકોનો યુવકના માતા-પિતા પર જીવલેણ હુમલૉ

એક જ પરિવારના ૯ સભ્યો સામે ગુનો નોંધાયો યુવકના પિતાની હાલત ગંભીર પોલીસે હુમલાખોર શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા

 

 જસદણમાં રહેતાં પરિવારની પુત્રી લાપત્તા થતાં શોધખોળ માટે નિકળેલા મહિલા સહિત નવ શખ્સોએ આટકોટમાં રહેતાં દંપતિને તારો દીકરો મેહુલ મારી દીકરીને ભગાડી ગયો છે. તેમ કહી પુવકના માતા-પિતા ઉપર પથ્થરમારો કરી પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા આધેડને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જસદણનાં આટકોટ ગામે કલાલના બંગલા સામે ખાડામાં આવેલી ઝુંપડપટ્ટીમાં રહેતાં હસુભાઈ વશરામભાઈ સાડમીયા નામના ૫૦ વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે સાંજના સાતેક વાગ્યાના અરસામાં જસદણ રહેતાં કૌટુંબીક ભાઈના સસરા ગજુ વેરશી વાઘેલા ફુલ્લીબેન ગજુભાઈ વાઘેલા, ગોવિંદભાઈ ગજુભાઈ વાઘેલા, માવજી ઉર્ફે રાહુલ ગોવિંદભાઈ વાઘેલા, લતાબેન ગોવિંદભાઈ વાઘેલા, નાજાભાઈ ગજુભાઈ વાઘેલા, મનીપાબેન નાજાભાઈ વાઘેલા, બાવકુભાઈ અજુભાઈ વાઘેલા અને ગીતાબેન બાવકુભાઈ વાઘેલા ચાર બાઈક લઈ ધસી આવ્યા હતાં અને હસુભાઈ સાડમીયાના ઘર પર પથ્થરમારો કરી હજુ ભાઈ સાડમીયા ઉપર પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા હજુભાઈ સાડમીયાને તાત્કાલીક સારવાર માટે જસદણ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના

સ્ટાફે આટકોટ પોલીસને જાણ કરતાં આટકોટ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે અને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે ઈજાગ્રસ્ત આધેડને અને તેના પરિવારનું નિવેદન નોંધ્યું હતુ આ અંગે હુમલામાં ઘવાયેલા હસુભાઈ સાડમીયાના પત્ની ઉપાબેન સાડમીયાએ આટકોટ પોલીસ મથકમાં હુમલાખોર મહિલા સહિત નવ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદમાં જણાવ્યું છે કે હુમલાખોર ગજુભાઈ વાઘેલા કૌટુંબીક જેઠ રાજુભાઈ બચુભાઈ સાડમીયાના સસરા થાય છે. સાંજના સમયે હુમલાખોર શખ્સો ચાર બાઈક લઈ ઘસી આવ્યા હતા અને હસુભાઈ સાડમીયાનો પરિવાર ઝુંપડામાં સમારકામ કરતો હતો ત્યારે ગજુભાઈ વાઘેલાએ તારો દિકરો મેહુલ મારી દીકરીને લઈને ભાગી ગયો છે તેવું કહેતા હસુભાઈ સાડમીયાએ મારો દીકરો મેહુલ અહિં જ છે. જોઈ લો તેવું કહેતા ગજુભાઈ વાઘેલા સહિતના શખ્સોએ ઉશ્કેરાઈ જઈ ઝુંપડાનું સમારકામ કરતાં પરિવાર પર પથ્થર મારો કર્યો હતો તે દરમિયાન ગજુભાઈ વાઘેલાએ પોતાના બાઈકમાં રહેલા લોખંડના પાઈપ વડે હસુભાઈ સાડમીયા પર હુમલો કરી માર માર્યો હતો. પતિને બચાવવા વચ્ચે પડેલા ઉપાબેન સાડમીયાને પણ ઈજા પહોંચી હતી. હુમલાખોરો હુમલો કરી નાસી છુટયા હતાં. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા હસુભાઈ સાડમીયા અર્ધબેભાન હાલતમાં હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. ફરિયાદના આધારે આટકોટ પોલીસ મથકના એ.એસ.આઈ એમ.પી.પરમાર સહિતના સ્ટાફે હુમલાખોર શખ્સોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે