error: This Content is protected !!

આટકોટ અંબાજી મંદિર પાસે ભાદર નદીમાં પાણી ખૂટતાં હજારો માછલાંનાં મોત ડૅ કલેક્ટર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી દોડીયા

નદીમાં પાણી ઓછું થતાં ઓક્સિજન તથા આકરા તાપને કારણે પાણી ગરમ થવાથી મોત થયું હોવાનુ અનુમાન જીવ દયા પ્રેમીઓ પણ દોડીયા

 

જસદણના આટકોટ અંબાજી મંદિર પાસે ભાદર નદીના પટમાં હજારો માછલાંના મોત થયાની ઘટના સામે આવતાં પ્રાંત અધિકારી સહિતનો કાફલો દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. જો કે નદીમાં પાણીનું સ્તર ઓછું થઇ જતાં ઓક્સિજનની ઘટ સર્જાતાં માછલાં તરફડીને મર્યા હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઇ રહ્યું છે. ભાદર નદીના પટમાં હજારો માછલાં મૃત અવસ્થામાં પડ્યા હોવાનો વીડિયો સામે આવતાં તંત્ર હરકતમાં આવ્યું હતું અને જસદણના પ્રાંત અધિકારી આર.આર. ખાંભરા, મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકા રીઓનો કાફલો પટમાં દોડી ગયો હતો. આ મામલે સ્થાનિકો તથા રાષ્ટ્રીય બજરંગ દળના જિલ્લા અધ્યક્ષ દિપક વાઘેલાએ પણ આક્રોશ વ્યક્ત કર્યો સ્થાનિકોઍ એવું પણ અનુમાન લગાવ્યું છે કે ઓછું પાણી અને આકરા તાપ ને કારણે પાણી ગરમ થતાં માછલાના મોત થયા હોવાનું પણ અનુમાન છે પાણી નદીમાં ઘટવા છતાં કોઈ પગલાં ન લેવાતાં તંત્રની ગંભીર બેદરકારીને જવાબદાર ઠેરવી દોષિતો સામે તાત્કાલિક કડક પગલાં ભરવાની માંગ કરી હતી. સ્થાનિક લોકોમાં એવો ગણગણાટ સાંભળવા, મળ્યો હતો કે જો વહીવટી તંત્રે નદીમાં સમયસર પાણી છોડાયું હોત તો માછલાંના સામુહિક મોત ન થયા હોત. ભાદર નદીમાં હાલ પાણીનો જથ્થો અત્યંત ઓછો થઈ ગયો છે. પાણી સુકાઈ જવાના કારણે તેમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતાં આ જીવોના મોત થયા હોવાનું પ્રાથમિક અનુમાન છે. તંત્ર દ્વારા નદીમાં હજુ પણ જે માછલીઓ જીવિત છે તેને બચાવવા માટે યુદ્ધના ધોરણે જરૂરી કામગીરી અને બચાવ રાહત શરૂ કરવામાં તેવી માંગ ઉઠી છે