વિંછીયાના સોમલપરમાં પતિના ઠપકાનુ માઠું લાગી આવતા આરતીબેને ઝેરના પારખા કર્યા
વિંછીયા તાલુકાના સોમલપર ગામે રહેતી આરતીબેન દેવરાજભાઈ મોરી ઉ.વ.૨૩ નામની પરિણીતાએ રાતે અગીયારેક વાગ્યે ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે. બાળક રડવા જેવી બાબતે તેને છાના રાખવા જેવી બાબતે પતિએ ટપકો આપતા આરતીબેનને માઠું લાગી આવ્યું હતું અને ઝેર પીધું હતું આરતીબેનના લગ્ન ચાર વર્ષ પહેલા થયા છે. સંતાનમાં ત્રણ વર્ષની દિકરી છે. રાતે દિકરી રડતી હોઈ તે બાબતે પતિએ તેને ઠપકો આપતાં માઠુ લાગતાં આ પગલું ભર્યું હતું.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાર્કે વિંછીયા પોલીસને જાણ હતી. પોલીસે બનાવ અંગે આગળની તપાસ શરૂ કરી છે