સરધારના હોડથલીના હરિભાઈ જાદવનો શંકાસ્પદ મૃતદેહ વાડીઍથી મળ્યો ચિઠ્ઠીમાં લખ્યું તેઓ મને નગ્ન કરી ખરાબ કામ કરાવે છે
રાત્રે બાડપરનો નરેશ સોઢા, હરિપરનો રવજી ચાવડા અને તેની સાથે અજાણ્યા માણસો મોઢે રૂમાલ બાંધીને આવે છે ચકચાર મચાવતો કિસ્સો
સમલૈંગિક સંબંધ બાંધી બ્લેક મેઈલ કરી રૂપિયા પડાવ્યા હોવાની દિશામાં તપાસ કરતી આજીડેમ પોલીસ આપઘાત કે બીજું કંઈ ફોરેન્સિક પીએમ કરાયું
સરધાર ગામ નજીક આવેલ હોડથલીના ખેડૂત હરિભાઈ જાદવનો તેની વાડીએથી સંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. ઉપરાંત તેમની પાસેથી એક ચિઠ્ઠી મળી છે. જેમાં લખ્યું છે કે, તેઓ મને નગ્ન કરી ખરાબ કામ કરાવે છે. રાત્રે બાડપરનો નરેશ સોઢા, હરિપરનો રવજી ચાવડા અને તેની તેની સાથે સાથે અજાણ્યા માણસો મોઢે રૂમાલ બાંધીને આવે છે, તેની પાસે નગ્ન ફોટા છે.' સમલૈંગિક સંબંધ બાંધી બ્લેક મેઈલ કરી રૂપિયા પડાવ્યા હોવાની દિશામાં આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી અનુસાર, હરિભાઈ રાજાભાઈ જાદવ ઉંમર વર્ષ ૫૦ રહે હોરથલી ગામ તાલુકો રાજકોટ તેઓ ગઈકાલે રાત્રે ૧૦ વાગ્યા આસપાસ સરધાર અને બાડ પર ગામની સીમમાં આવેલી પોતાની વાડીએથી ખાટલા ઉપર સુતેલી હાલતમાં બેભાન મળી આવ્યા હતા. ૧૦૮ મારફત હોસ્પિટલ ખસેડતા મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ આજીડેમ પોલીસને કરાતા પોલીસ કાફલો દોડી ગયો હતો. તપાસ કરતા બનાવ શંકાસ્પદ જણાતા મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.બનાવ અંગે મૃતકના પરિવારજનો અને પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ, હરિભાઈ ગઈકાલે સવારે ઘરૅથી સરધાર અને બાડપર વચ્ચે બાડપર ગામની સીમમાં આવેલી પોતાની વાડીએ જવા બાઇક ઉપર નીકળ્યા હતા. રાત્રે ઘરે પરત ન આવતા પરિવારજનોએ ફોન કોલ કર્યા હતા. અનેક ફોન કોલ બાદ પણ રિસીવ ન કરતા પુત્ર મયુરભાઈ અને શૈલેષભાઈ વાડી ગયા હતા જ્યાં તપાસ કરતા હરિભાઈ ખાટલા પર સુતેલી હાલતમાં મળ્યાં હતા. પુત્રએ જગાડતા તેઓ ન જાગતા પરિવારના અન્ય સભ્યોને જાય કરી ૧૦૮માં ફોન કર્યો કર્યો હતો. તેઓને સારવાર માટે સરધાર હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મૃત જાહેર કરાયા હતા. આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. તપાસ કરતા હરિભાઈ પાસેથી એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, હું હરિભાઈ રાજાભાઈ જાદવ લખું છું કે, બાડપરનો નરેશ .સોઢા, હરિપરનો રવજી ચાવડા અને તેની સાથેના અજાણ્યા માણસો મોઢે રૂમાલ બાંધીને આવે છે. બે વર્ષથી મને હેરાન કરી મારી નાખવાની ધમકી આપે છે. અવાર નવાર રાત્રે આવી હેરાન કરે અને નગ્ર કરી ખરાબ કામ કરાવે છે. હું આ દુઃખ સમાજને કહીં શકું એમ નથી. મારી પાસેથી આ બંને લોકોએ રૂ.૨૦ હજાર લીધા છે, મારા ફોટો અને વીડિયો પણ ઉતાર્યા છે. આ ફોટો વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી. હતી. હું કંટાળી ગયો છું, આથી આત્મહત્યા કરુ છુ.
બનાવ સંવેદનશીલ અને શંકાસ્પદ જણાતા પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવવાનું નક્કી કર્યું હતું. અનુમાન છે કે, ગઈકાલે પણ જેના નામ લખ્યા છે તે આવ્યા હોય અને હેરાનગતિ કરી હોય, જોકે હરિભાઈએ આપઘાત કર્યો છે? કે કેમ? આપઘાત કર્યો તોય શું તેમણે કોઈ ઝેરી પ્રવાહી પીધું છે? કે બીજી કોઈ રીતે પગલું ભર્યું? મૃત્યુનું કારણ શું છે? તે જાણવા તપાસ હાથ છે. હરિભાઈને બે દીકરા અને ત્રણ દીકરીઓ છે. પોતે પોતાના માતા-પિતાના એકના એક સંતાન હતા. બનાવના પગલે પરિવારમાં શોક છવાયો હતો. પોલીસે ચિઠ્ઠીમાં જે લોકોના નામ લખ્યા છે તેમની અટકાયત કરીને પૂછપરછ કરવા તજવીજ હાથ ધરી હતી