રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ટીમે જસદણ પાસેથી ટ્રાવેલ્સના ધંધાર્થીને પીસ્ટલ સાથે ઝડપી પાડ્યો
કારમાં હથિયાર રાખવા નું કારણ શું હથિયાર કોની પાસેથી લીધુંતુ તે દિશામાં સઘન પુછતાછ સાથૅ પૉલીસૅ રૂ.૪.૬૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો
રેન્જ આઈજી નિર્લિમ રાયની ટીમે જસદણ પાસેથી ટ્રાવેલ્સના ધંધાર્થીને પીસ્ટલ સાથે દબોચી રૂ.૪.૬૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ હથિયાર ક્યાંથી લાવ્યો સહિતના મુદ્દે આરોપીની સઘન પૂછતાછ આદરી હતી. દરોડાની વિગત મુજબ, રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ પીઆઈ અપૂર્વ પટેલની રાહબરીમાં ટીમ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ સુવા, શિવરાજસિંહ ઝાલા, કોન્સ્ટેબલ નિકુલભાઈને એક બ્લેક ફલરની ફ્રોન્સ કારમાં ઉદયરાજ દીલીપભાઈ ધાધલ (રહે જસદણ) પોતાના કબ્જામાં ગેરકાયદેસર હથિયાર રાખી ફરે છે અને હાલે તે જદસણ ગઢપુર ચોકડીથી ગઢડીયા રોડ પોતાના ઘર તરફ જવા નિકળતો હોવાની ચોક્કસ બાતમી મળતાં પોલીસની ટીમ જસદણ ગઢડીયા ચોકડી ખાતે વોચમાં હતી ત્યારે પસાર થયેલ ફ્રોન્સ કાર નં. GJ 14 BG 2302 ગઢપુર ચોકડી તરફથી આવતા તેને અટકાવી વાહનમા બેસેલ શખ્સનું નામ પુછતા પોતે પોતાનુ નામ ઉદયરાજ દીલીપભાઇ ધાધલ (ઉ.વ.૨૨), (ધંધો-ટ્રાવેલ્સનો, રહે, મણીનગર, ગઢડીયા રોડ, જસદણ) હોવાનુ જણાવેલ હતું. પોલીસની ટીમે તેની અંગ-ઝડતી કરતા તે શખ્સના પેંટના નેફામાંથી એક દેશી બનાવટની પીસ્ટલ મળી આવેલ હતી. જેથી પોલીસે પીસ્ટલ, મોબાઈલ અને કાર મળી કુલ રૂ.૪.૬૦ લાખનો મુદામાલ કબ્જે કરી તે શખ્સની ધરપકડ કરી હથિયાર રાખવાનું કારણ અને હથિયાર ક્યાંથી મેળવ્યું તે અંગે સઘન પૂછતાછ આદરી હતી.