error: This Content is protected !!

જસદણમાં નવા ડૅપૉ સામે ક્રાંતિ ઈલે ફેક્ટરીમાંથી તાંબા પિત્તળના 200 કિલો સામાનની ચોરી સીસીટીવી માં કેદ પોલીસ તપાસ શરૂ

જસદણ શહેરના નવા બસ સ્ટેન્ડ સામે આવેલા ક્રાંતિ ઇલૅ એન્જિનિયરિંગ નામના કારખાનાને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. રાત્રિના અંધકારનો લાભ લઈને અજાણ્યા શખ્સો કારખાનામાંથી પિત્તળ અને આશરે 200 કિલો કોપર તાંબા નો કિંમતી સામાન ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા. આ સમગ્ર ચોરીની લાઈવ ઘટના કારખાનાના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી તસ્કરોએ નવા બસ સ્ટેન્ડ સામે આવેલા કારખાનામાં મોડી રાત્રે પ્રવેશ કર્યો હતો. કારખાનામાં ખાસ કરીને આરતી મશીનમાં ઉપયોગમાં લેવાતી પિત્તળની કિંમતી સામગ્રી તેમજ અંદાજે 200 કિલો જેટલો કોપરનો જથ્થો પડ્યો હતો, જેના પર તસ્કરોએ હાથફેરો કર્યો હતો અને મુદ્દામાલ લઈને પલાયન થઈ ગયા હતા.કારખાનામાં ચોરી કરવા ઘૂસેલા અજાણ્યા શખ્સોની તમામ હિલચાલ ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ફૂટેજમાં તસ્કરો સામાન ચોરી કરતા સ્પષ્ટ જોઈ શકાયા હતા, જે હવે માટે મોટો પુરાવો બનશે. સવારે ચોરીની ઘટનાની જાણ થતાં જ કારખાનાના માલિકે તાત્કાલિક જસદણ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને જોઈને જસદણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પંચનામું કરી તપાસ શરૂ કરી હતી. હાલ પોલીસ દ્વારા કારખાનાના CCTV ફૂટેજ કબજે કરીને તેના આધારે તસ્કરોનું સગડ મેળવવા અને તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા