error: This Content is protected !!

જસદણ વિંછીયા સહિત જિલ્લામાં પાણીજન્ય રોગચાળો અટકાવવા સુપર ક્લોરીનેશન જળ શુદ્ધિકરણ અભિયાન સંપન

રાજકોટ જસદણ વિછીયા સહિત જિલ્લા ભરમાં પાણીજન્ય રોગ અટકાવવા જળ શુદ્ધિકરણ અભિયાન અંગે બેઠક મળી હતી જેમાં રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે સુપર ક્લોરીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગ્રામ્ય સ્તરે દર માસની ૬ તારીખે પાણીનું શુદ્ધિકરણ કરવા માટે પીવાના પાણીના સંપમાં સુપર ક્લોરીનેશન કરાવવામાં આવે છે. જેથી ઝાડા-ઉલ્ટી, ટાઈફોઈડ, હેપેટાઈટીસ જેવા પાણીજન્ય રોગ અટકાવી શકાય.

 તા. ૦૬/૦૬/૨૬ના રોજ ગ્રામ્ય કક્ષાએ જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય, સરપંચ, સ્થાનિક આગેવાનોની હાજરીમાં સુપર ક્લોરીનેશન વિશે લોકોને માહિતગાર કરાયા હતા, તેમજ જનજાગૃતિ માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા હતા. આ સાથે જ આરોગ્ય કર્મચારીઓ દ્વારા રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકામાં તમામ ગ્રામ્ય લેવલે સુપર ક્લોરીનેશન કરાવી, પાણીમાં રહેલી ક્લોરીનની માત્રા જાણવા માટે સ્થળ પર ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને લોકોને તે અંગે જરૂરી જાણકારી આપવામાં આવી હતી.