વીંછીયાના મોઢુકા ગામે ગોળ કુંડાળુ કરી તીન પત્તીનો જુગાર રમતા 9 બાજીગરોને પોલીસે ઝડપી પાડ્યા
ગંજી પત્તા સાથે રૂ, 40,120 નો મુદ્દામાલ કબજે કરી વિછીયા પોલીસે જુગાર ધારા અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી
વિંછીયા પોલીસ સ્ટેશનની ટીમે મોઢુકા ગામ નજીક વિનુભાઈ તાવીયાની વાડી પાસે જાહેર સ્થળે ચાલતા જુગારધામ પર દરોડો પાડી 9 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસને સ્થળ પરથી ગંજીપત્તાના 52 પાના અને રોકડ રૂ. 40,120 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મોઢુકા ગામે શંકાસ્પદ હિલચાલ નજરે પડતા સ્થળ પર કોર્ડન કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યાં નવ શખ્સો ગોળ કુંડાળું વળી ગંજીપત્તાના પાના વડે ‘તીન પત્તી’નો નસીબ આધારિત જુગાર રમતા ઝડપાયા હતા.દરોડા દરમિયાન અમૃતભાઈ મકવાણા, આશિષભાઈ વેગડ, જેન્તીભાઈ તાવીયા, વિજયભાઈ તાવીયા, મહેશભાઈ વેગડ, સંદીપભાઈ તાવીયા, કિરણભાઈ મકવાણા, રાજુભાઈ માણકોલીયા અને મેહુલભાઈ મકવાણાની અટકાયત કરવામાં આવી હતી.પોલીસે તમામ આરોપીઓ પાસેથી રોકડ રકમ તથા જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતા ગંજીપત્તાના પાના કબ્જે કરીને તેમની સામે ગુજરાત જુગાર અધિનિયમની કલમ 12 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર કાર્યવાહી વિંછીયા પોલીસ ઈન્સ્પેક્ટર એ.સી. ડામોરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.