error: This Content is protected !!

જસદણના ક્રાંતિ નગારાના કારખામા ચોરી કરનાર બંસી અને મેરુ નામના બૅ સ્થાનિક તસ્કરો ઝડપાયા

જસદણ પોલીસે ચોરીમા વપરાયૅલ રીક્ષા 200 કિલો ત્રાંબા પિત્તળના મુદામાલ સાથૅ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી    

 

જસદણના નવા બસ સ્ટેન્ડ સામે આવેલા ક્રાંતિ ઈલેક્ટ્રીક ઓટોમેટીક નગારાના કારખાનામાં થયેલી ચોરીના બનાવનો જસદણ પોલીસે ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડયા હતા. પોલીસે જસદણના બંસી અમરશી કરસનગડિયા અને મેરુ જયંતી કરસનગડિયાની ધરપકડ કરી ચોરી કરેલો મુદ્દામાલ તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી રીક્ષા કબજે લીધી હતી. આ બનાવમાં ગત રાત્રે અજાણ્યા શખ્સોએ કારખાનામાં ઘુસી આરતી મશીનમાં લાગતા પિત્તળના સાધનો તેમજ અંદાજે 200 કિલો કોપરની વસ્તુઓની ચોરી કરી હતી. સમગ્ર ચોરીની ઘટના કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બનાવ અંગે કારખાનાના માલિકે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.