error: This Content is protected !!

વિંછીયાના હિંગોળગઢના જંગલ નૉઢાળ સમથળ કરવા રૂા. ૭૪૮ લાખ મંજુર રાજાશાહી વખતનો પ્રશ્ન ઉકેલાયૉ ખૅડુતૉ વાહન ચાલકો પંથકવાસીઓમા ખુશી ની લહેર

કપરા ઢાળના કારણે ભારે વાહનાને ચડવા-ઉતરવામાં પડતી મુશ્કેલી અને અકસ્માતે મૃત્યુના કિસ્સા બનતા અટકશે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

 

બગોદરા-ધંધુકા-પાળીયાદ-જસદણ-વિંછીયા રોડ ઉપર આવેલ હિંગોળગઢ પર્વીતીય વિસ્તારમાંથી પસાર થતાં સ્ટેટ હાઈવે ઉપરના ઢાળને દુર કરવાના કામના મજબુતીકરણ અને અન્ય કામગીરી અને હીલ કટીંગના કામ માટે રૂા.૭૪૮.૦૦ લાખની રકમ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મંજુર કરી છે.વિંછીયા તાલુકાના હિંગોળગઢ પર્વતીય વિસ્તારમાં આવેલ ઉચા ઢાળના કારણે વાહન ચાલકોને વરસોથી મુશ્કેલી ભોગવી પડતી હતી, પર્વતીય અને જંગલ વિસ્તારની બાજુમાં આવેલ ઉંડી ખીણના કારણે અકસ્માતો થતા હતા અને લોડવાળા અને ભારે વાહન ચાલકોને મુશ્કેલીઓ પડતી હતી જેને દુર કરવા જસદણ-વિંછીયા તાલુકાના ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ વિસ્તૃત અહેવાલને ગ્રાહય રાખી રાજાશાહી સમયથી પડતર પ્રશ્નની ગંભીરતાને ધ્યાને લઈ કામને ખાસ કિસ્સામાં મંજુર કરવામાં આવ્યું છે.

આ કામ મંજુર થતાં વખતો વખત થતાં અકસ્માતો અને મૃત્યુઆ કિસ્સાઓ અટકશે જે માટે સમગ્ર વિંછીયા-જસદણ તાલુકાના લોકો, ખેડુતો, આગેવાનો સહેલાણીઓ, વાહન ચાલકોએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા નો આભાર વ્યકત કર્યા છે