હેલ્થ પરમીટના, નાણા ચાઉ બાદ સરકારી હોસ્પિટલોમાં કરાર કૅ આઉટ સોર્સિ કર્મીઓને નાણાંકીય હિસાબી કામ નહિ સોંપાય
લિકર પરમીટ કૌભાંડના અક્ષપૉ બાદ નિર્ણય હિસાબી પ્રશ્નો ઊભા થશે તો સંસ્થાના વડાની જવાબદારી રહેશે
રાજ્યની સરકારી હોસ્પિટલો, આરોગ્ય વિભાગ હેઠળની તમામ કચેરીઓ, સંસ્થાઓમાં આઉટ સોર્સિંગ કે ૧૧ મહિનાના કરાર આધારે ફરજ બજાવતાં કર્મચારીઓને નાણાંકીય કે હિસાબી કામગીરી નહિ સોંપવાનો નિર્ણય કરાયો છે. તાજેતરમાં જ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લીકર પરમિટ ફીની રકમ બારોબાર ચાંઉ કરી જવાનું કૌભાંડ સામે આવ્યું હતું, જેને ધ્યાને લઈ આરોગ્ય વિભાગે આ સંદર્ભે પરિપત્ર જાહેર કર્યો છે.
રાજ્યના આરોગ્ય વિભાગે પરિપત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, સરકારી હોસ્પિટલો, આરોગ્ય વિભાગની કચેરીઓમાં વર્ગ-૩ અને વર્ગ-૪ની જગ્યા પર આઉટ સોર્સિંગથી કે ૧૧ મહિનાના કરાર ઉપર નિમણૂકો થતી હોય છે, જેમાં આ કર્મચારીઓને નાણાંકીય કે હિસાબી કામગીરી સોંપાય છે, જે ગંભીર બાબત છે અને આર્થિક તેમજ વહીવટી પ્રશ્નો ઊભા થતાં હોય છે. રોગી કલ્યાણ સમિતિ સહિત આરોગ્યની સરકારી કચેરીઓમાં આઉટ
સોર્સિંગ કે કરાર આધારિત કર્મીઓને હવેથી નાણાંકીય કે હિસાબી કામ સોંપવાનું રહેશે નહિ. જો આવા કર્મચારીઓ હાલમાં નાણાંને લગતી કામગીરી કરતાં હોય તો તાત્કાલિક અસરથી તેમની પાસેથી કામગીરી પરત લેવાની રહેશે અને રેગ્યુલર કર્મચારીઓને કામગીરી સોંપવા માટે આદેશ કરાયો છે. જો કરાર આધારિત કે આઉટ સોર્સિંગ કર્મીને હિસાબી કામ સોંપાશે અને કોઈ પ્રશ્ન ઉભા થશે તો તેની તમામ જવાબદારી સંબંધિત કચેરી કે સંસ્થાના વડાની રહેશે. જો એવું બને કે નિયમિત કર્મચારી ન હોય તો કામગીરી સોંપતા પહેલાં ખાતાના વડાની મંજૂરી લેવાની રહેશે અને નિયમિત કર્મી ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા ગોઠવવાની રહેશે.મહત્ત્વનું છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્થ લીકર પરમિટ ફીના નાણાં આઉટ સોર્સિંગ કે કરાર આધારિત કર્મચારીઓએ ચાંઉ કર્યા હોવાનું સામે આવ્યું હતું એટલું જ નહિ પરંતુ મોટા માથાંઓને બચાવી લેવામાં આવ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.