error: This Content is protected !!

જસદણ અનૅ વિીંછિયામાં બેંક ખાતું ભાડે આપી આચરાતા ફ્રોડનો પર્દાફાશ મામુલી રકમમાં ખાતા ભાડે આપવા ભારે પડ્યા

વીંછિયા પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઈમ સામે ચલાવવામાં આવી રહેલી તપાસ દરમિયાન એક મહત્વપૂર્ણ સાયબર ફ્રોડ કેસનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો. તપાસમાં શિવાજીપરાના સાગરભાઈ ધીરુભાઈ ઝાપડીયાએ પોતાનું બેંક ખાતું દર મહિને રૂ.3 હજારના ભાડે મિત્ર યોગેશભાઈ મુકેશભાઈ રાઠોડને આપ્યું હોવાનું સામે આવ્યું હતું. આ ખાતામાં 31 મૅ 2024 થી 5 નવેમ્બર 2025 દરમિયાન રૂ.24.66 લાખની શંકાસ્પદ લેવડદેવડ થઈ હોવાનું જણાયું હતું. તપાસ દરમિયાન આ ખાતા સામે જમ્મુ-કાશ્મીર અને નવી દિલ્હી સહિતના રાજ્યોમાં સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી હોવાનું ખુલ્યું હતું. તથા જસદણના ગઢડીયા ના મહિપતસિંહ વિરજીભાઈ પરમાર ને પણ નજીવી રકમની લાલચે બેંક ખાતુ ભાડે આપવું ભારે પડ્યું છે કોઈપણ પ્રકારની લોભ કે લાલચમાં આવી કોઈને બેંક ખાતા ભાડે ન આપવા પોલીસે અનુરોધ કર્યો છે