જસદણનાં જીલેશ્વર પાર્ક પાસેથી ગઠીયૉ એકટીવા હંકારી છું મંતર
અર્બન હેલ્થ સેન્ટર બહાર પાર્ક કરેલ એક્ટિવાની ચૉરી અંગે પોલીસ ફરિયાદ તથા તપાસ શરૂ
જસદણના કમળાપુર રોડ પર આવેલા જિલેશ્વર પાર્ક પાસેથી એકટીવા ગઠીયૉ ઉઠાવી નાસીજતા ગયાની જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે લીલાપુર ગામના ધવલભાઈ દીલીપભાઈ વાળાની માલિકીની હોન્ડા એક્ટિવા (GJ-03-QC-1474) જીલેશ્વર પાર્ક નજીક આવેલા અર્બન હેલ્થ સેન્ટર બહારથી અજાણ્યો શખ્સ ચોરી કરી ફરાર થયો હતો. વાહનની શોધખોળ નિષ્ફળ જતા ધવલભાઈ વાળાએ જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અંદાજે 3. 75 હજારની એક્ટિવાની ચોરી અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.