જસદણ વિંછીયા ગોંડલ ધોરાજી મેટોડામા સાઇબર ફોડ ની 50 અરજીમાં રૂ.1.78 કરોડથી વધુની છેતરપિંડીનો પર્દાફાશ
ઓપરેશન મ્યૂલ હન્ટ ફ્રોડના નાણાં ફેરવનારા 15 સામે 8 ગુના મામૂલી રકમની લાલચે સાયબર માફિયાઓને બેંક ખાતા ભાડે ન આપવા પોલીસની સલાહ
રાજ્યવ્યાપી 'ઓપરેશન મ્યૂલ હન્ટ-2.0' ને અંતર્ગત રાજકોટ ગ્રામ્ય પોલીસે સાયબર ફ્રોડના નાણાંની હેરફેર માટે ઉપયોગમાં લેવાતા મ્યુલ એકાઉન્ટ ધારકો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં કુલ 8 ગુના નોંધી 15 આરોપીની સંડોવણી . બહાર આવી છે. અત્યાર સુધીમાં અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કેટલાક આરોપીઓ હજુ ફરાર ૨ હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે જણાવ્યું હતું કે, Indian Cyber Crime Coordination Centre (I4C) દ્વારા વિકસાવવામાં આવેલા 'સમન્વય' પોર્ટલ પરથી પ્રાપ્ત માહિતીના આધારે સાયબર ઠગાઈમાં ઉપયોગમાં લેવાયેલા બેંક ખાતાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન આવા ખાતાઓ કમિશન અથવા ભાડે આપનાર વ્યક્તિઓ અને સંગઠિત ટોળકીઓ સુધી પહોંચીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન ગોંડલ સિટી-બી, ગોંડલ તાલુકા, ધોરાજી સિટી, મેટોડા જીઆઈડીસી, વીંછિયા, જસદણ અને પડધરી પોલીસ મથકોમાં ગુનાઓ નોંધાયા છે. નોંધાયેલા કેસોમાં અત્યાર સુધી કુલ 50 ફરિયાદ સામે આવી છે અને આશરે રૂ.1.78 કરોડથી વધુની સાયબર છેતરપિંડીની રકમ આ ખાતાઓ મારફતે ફેરવાઈ હોવાનું સામે આવ્યું છે. રાજકોટ ગ્રામ્ય પોલીસના જણાવ્યા મુજબ, સાયબર ફ્રોડમાં ઉપયોગ થતા મ્યૂલ એકાઉન્ટ સામે આવનારા સમયમાં પણ સતત કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે અને આવા ગુનાઓમાં સંડોવાયેલા તત્ત્વો સામે કડક કાયદેસર પગલાં લેવામાં આવશૅ પકડાયેલા આરોપીઓ માં સાગર ધીરૂભાઈ ઝાપડિયા (વીંછિયા) યોગેશ મુકેશભાઈ રાઠોડ (વીંછિયા) સુલતાનશા રહેમાનશા શાહમદાર (ગોંડલ,જામનગર) મોસીન દાઉદભાઈ શાહમદાર (જામનગર) હુસેન ગફારભાઈ કાસમાણી (જામનગર) મિતલ ગોપાલદાસ રૂપારેલિયા (રાજકોટ)
મહિપતસિંહ વીરજીભાઈ પરમાર (ગઢડિયા, જસદણ)
અરજણદાસ રાવતાણી (ગોંડલ તાલુકા) સાગર બાલકૃષ્ણ દાણીધારિયા (પડધરી) નૉ સમાવેશ થાય છે જ્યારે
પકડવાના બાકી આરોપીઓ કૃણાલ હાથીવાલા (ઉધના, સુરત)
સાહિલ હિતેશ જમનભાઈ સલાટ (ધોરાજી) સિરાજ ખલીફા (ધોરાજી સોહેલ સિદ્દીકભાઈ શેખ (ધોરાજી) શકીલ યુસુફભાઈ અગવાન (ધોરાજી) સહિતના આરોપીઓ પકડવાના બાકી છે