દેવપરામાં જાહેરમાં હારજીતનો જુગાર રમતા ત્રણ શખ્સોને જસદણ પોલીસે મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા
પોલીસે બૅ મોબાઈલ સહિત કુલ રૂ. ૩૨૫૦૦ની રોક્ડ કબજે કરી જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી
જસદણ પોલીસે તાલુકાના દેવપરા ગામમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખસોને પકડી પાડી રૂ. ૩૨૫૦૦ની રોકડ કબજે કરી જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, જસદણ પોલીસ સ્ટેશનના પીઆઈ જે.પી. ગોસાઈએ જુગાર જેવી ગેર કાયદેસર પ્રવૃત્તિઓને રોકવા સુચના આપી હોય તે અંતર્ગત પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, દેવપરા ગામમાં જાહેરમાં અમુક શખસો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા જુગાર રમતા એ જ ગામના રહેવાસી બચુભાઈ ટપુભાઈ સદાદિયા, લઘુભાઇ કાનજીભાઈ વાસાણી, વિક્રમભાઈ બચુભાઈ સદાદિયાને પકડી પાડયા હતા.પોલીસે પટમાંથી રોકડ, બે મોબાઈલ સહિત કુલ રૂ.૩૨૫૦૦નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ રિઝવાનભાઈ સિંજાત, પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ સરવૈયા, ભાવેશભાઈ સાસિયા, કનકસિંહ ચુડાસમા, ભાવેશભાઈ છેડા સાથે રહ્યા હતા