error: This Content is protected !!

જસદણના કનેસરા કનનાથ વાડી વિસ્તારમાં જુગાર રમતા પાંચ બાઝીગરૉ ઝડપાયા જુગારધારા હેઠળ ગુનો નોંધાયો

ભાડલા પોલીસનૉ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે દરોડો રૂ 1, 34, 250, નૉ મુદ્દામાલ જપ્ત 

 

જસદણ તાલુકાના ભાડલા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ મહીપતભાઈ નાથાભાઈ જાંબુકીયા તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ખાનગી રાહે મળેલી બાતમીના આધારે કનેસરા ગામે કંનનાથ મહાદેવ વાડી વિસ્તાર ખાતે મનસુખભાઈ કાળુભાઈ કુકડીયાની વાડીના રહેણાંક મકાન આગળ દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી જાહેરમાં પૈસાની હાર-જીતનો નસીબ આધારિત તીન પત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારના પટમાંથી રોકડ રકમ ₹24,250, ગંજીપત્તાના 52 પાના, 6 મોબાઇલ ફોન (કિંમત ₹30,000), 2 મોટરસાયકલ (કિંમત ₹60,000) અને 1 જ્યુપીટર સ્કૂટર (કિંમત ₹20,000) સહિત કુલ ₹1,34,250નો મુદ્દામાલ કબ્જે કરી પાચ આરોપીઓનાનૅ ઝડપી પડ્યા હતા જેમાં રણછોડભાઈ રાહાભાઈ ઝાલા (ઉ.વ. 34), રહે. કનેસરા, તા. જસદણ

ભાવેશભાઈ રણછોડભાઈ હાંડા (ઉ.વ. 30), રહે. કનેસરા, તા. જસદણ જેન્તીભાઈ માલાભાઈ કોટડીયા (ઉ.વ. 35), રહે. કનેસરા, તા. જસદણ ચતુરભાઈ છગનભાઈ કુકડીયા (ઉ.વ. 28), રહે. કનેસરા, તા. જસદણ રામજીભાઈ માધાભાઈ માલકીયા (ઉ.વ. 35), રહે. કનેસરા, તા. જસદણ 

ભાડલા પોલીસે તમામ આરોપીઓ સામે ગુજરાત જુગાર ધારા કલમ-12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કાર્યવાહી દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ મહીપતભાઈ નાથાભાઈ જાંબુકીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ દુદાભાઈ ઝાપડીયા અને પોલીસ કોન્સ્ટેબલ હરેશભાઈ ભોજાભાઈ ચાવડા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી