ખાતરની કાળાબજારી સંગ્રહ ખૉરી રોકવા સરકારની નવી યૉજના ખેડૂતોને 'ફાર્મર આઇડી આધારે જરૂર મુજબ ખાતર મળશે
ખેડૂતોના જમીન રેકર્ડ સાથે જોડાયેલી ડિજિટલ સિસ્ટમથી ખાતરની કૃત્રિમ અછત નહીં થાય
ખાતરની કાળાબજારી, સંગ્રહખોરી અને ગેરરીતિઓ પર કાયમી અંકુશ લાવવા માટે કેન્દ્ર સરકારે હવેથી ખેડૂતોને ખાતરનું વિતરણ કેન્દ્ર સરકારના 'નેશનલ ફટીલાઈઝર ફ્રેમવર્ક'હેઠળ જ કરવામાં આવશે. આ ડીજીટલ વ્યવસ્થાના અમલથી ખાતર વિતરણ પ્રણાલીમાં પારદ શતા વધશે અને વચેટિયાઓનો સફાયો થશે
નવી યોજના અંતર્ગત ખેડૂતોની જમીનના લેન્ડ રેકોર્ડ સાથે જોડાયેલી એક વિશેષ ડિજિટલ ઓળખ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી રહી છે. આ સિસ્ટમ હેઠળ દરેક ખેડૂત માટે એક 'ફાર્મર આઈડી' બનાવવામાં આવશે. આ આઈડીના આધારે જ ખાતરની ખરીદી અને વિતરણની તમામ વિગતો ઓનલાઈન નોંધવામાં આવશે.હાલની વ્યવસ્થા મુજબ, બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પછી પ્રતિ ખેડૂતને મહત્તમ ૫૦ બેગ ખાતર આપવામાં આવે છે. પરંતુ નવી સિસ્ટમ લાગુ થયા બાદ આ નિયમ બદલાશે. હવે ખેડૂત પાસે રહેલી જમીનનો વિસ્તાર અને તે જમીનમાં વાવેલા પાકની વાસ્તવિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ ખાતરનો જથ્થો નક્કી કરવામાં આવશે.નવી વ્યવસ્થાના કડક અમલથી ખાતરની કાળાબજારી, જથ્થાબંધ ગેરકાયદે ખરીદી અને અન્ય ક્ષેત્રોમાં થતો ખાતરનો ગેરવહીવટ સંપૂર્ણપણે અટકી જશે. આ ઉપરાંત આ ડિજિટલ વ્યવસ્થાથી કૃત્રિમ અછત ઊભી નહીં થાય. જરૂરિયાતમંદ ખેડૂતો સુધી સમયસર, સસ્તું અને પૂરતા પ્રમાણમાં ખાતર પહોંચશે. જે અંતે કૃષિ ક્ષેત્રના વિકાસને નવી ગતિ આપશે.