error: This Content is protected !!

જસદણ પંથકની સગીરાનું અપહરણ કરનાર ગઢડીયા ના શખ્સને પોલીસે ખેડૂતનો વેશ ધારણ કરી દબૉચી લઇ સગીરાને છોડાવી

સગીરાના અપહરણ બાદ ઓળખ છુપાવી આરૉપી ગોંડલ પંથકમાં રહેતો તો AHTU ની ટીમે ખેત મજૂરોની જરૂર છે કહીં બોલાવી ધરપકડ કરી

 

 જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા અપહરણના એક ગંભીર ગુનામાં, છેલ્લા છ મહિનાથી પોલીસને થાપ આપી નાસતા-ફરતા આરોપીને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ઝડપી પાડ્યો છે. પોલીસે ભોગ બનનાર સગીરાને પણ હેમખેમ મુક્ત કરાવી છે.આરોપી ખૂબ જ ચાલાકીથી પોતાની ઓળખ છુપાવી રહ્યો હતો. તે મોબાઈલમાં વાત કરવા માટે અન્ય વ્યક્તિનો મોબાઈલ વાપરતો હતો. જેથી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે પોલીસને બાતમી મળી હતી કે આરોપી ખેત મજૂરીના કામ સાથે સંકળાયેલો હોઈ શકે છે.જેથી એએચટીયું ટીમે ખેડૂત પરિવારનો વેશ ધારણ કર્યો હતો. તેઓએ ’ખેતીવાડી માટે મજૂરોની જરૂર છે’ તેવું બહાનું બનાવી આરોપીનો સંપર્ક કર્યો અને તેને મળવા બોલાવ્યો હતો અને પોલીસની આ જાળમાં આરોપી ફસાઈ ગયો હતો. પોલીસે તેને અને સગીરાને ગોંડલના વેકરી ગામ નજીક રોડ પાસે આવેલી કીર્તિ કોટન પ્રાઇવેટ લિમિટેડ સામેની વાડીમાંથી આરોપી અશોક જગા ગોહિલ રહે. ગઢડીયા, જસદણ ને દબોચી સગીરાને મુક્ત કરાવી હતી. આ સફળ કામગીરી એન્ટી હ્યુમન ટ્રાફીકિંગના પીઆઈ એન.એ. શુક્લ અને ટીમે કરી હતી.