વીંછિયામાં વ્યાજ ખૉરો બેફામ ૨૦ ટકાના અજગરી વ્યાજે પૈસા આપી પ્રૌઢની પત્ની ઉપર બળ જબરી પૂર્વક વ્યાજખોરૅ દુષ્કર્મ આચર્યું આરોપીની ધરપકડ
પુત્ર ના લગ્ન માટે વ્યાજે લીધેલ દોઢ લાખના બે લાખ ચૂકવી દીધા છતાં વધુ પૈસાની માગણી કરી પ્રૌઢ ઘરે ન હોય ત્યારે પત્ની સાથે દુષ્કર્મ કરનાર પૉલીસના સકંજામાં
વિંછીયા પંથકમાં વ્યાજખોરે વ્યાજ વસૂલવા શરમ નેવે મૂકી આચરૅલા કૃત્ય ની ઘટના સામે આવી છે પ્રૌઢ પાસેથી ૨૦ ટકા જેટલું ઉંચુ અજગરી વ્યાજ વસૂલી વધુ પૈસાની માગણી કરી પ્રૌઢની પત્ની ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું . આ ચકચારી બનાવને પગલે ભોગબનનાર પ્રૌઢની ફરિયાદના આધારે વીંછિયા પોલીસે રાકેશ ઠાકરશીભાઈ પંચાળા રહે ખારચીયા સામે દુષ્કર્મ અને મની લેન્ડ એક્ટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે. બનાવની પ્રામ વિગત મુજબ વીંછિયા પંથકમાં રહેતા પ્રૌઢના પુત્રના લગ્ન હોવાથી પૈસાની જરૂરિયાત ઉભી થતા પરિચિત મારફતે રમેશ પંચાળાનો સંપર્ક કર્યો હતો. રાકેશ માસિક ૨૦ ટકા લેખે રૂ.૧.૫૦ લાખ આપ્યા હતા. પુત્રનો પ્રસંગ પૂર્ણ થયાં બાદ પ્રોઢે વ્યાજ રાબેતા મુજબ ચૂકવ્યું હતું. જે કટકે કટકે દોઢ લાખ સામે બે લાખ ચૂકવી દીધા હતા છતાં વ્યાજખોર રાકેશએ વધુ પૈસાની ઉઘરાણી કરતો હતો. દરમિયાન પ્રોઢ ઘરે ન હોય ત્યારે તેમના ઘરે પહોંચ્યો
હતો અને પ્રોઢની પત્ની સાથે આપત્તીજનક સ્થિતિમાં હોય તે સમયે પ્રૌઢ આવી જતા રાકેશ હાંફળો ફાંફળો થઈ નાશી ગયો હતો. સમગ્ર બનાવ અંગે પ્રૌઢને પત્નીએ વાત કરી હતી કે, રાકેશ પંચાળા ઘરે ધસી આવ્યો હતો.અને ડરાવી-ધમકાવી બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. બનાવને પગલે પ્રૌઢે પત્ની સાથે વિંછીયા પોલીસ મથકે પહોંચી શખસ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી શખ્સને સકંજામાં લઈ આગળની તપાસ હાથ ધરી છે.