સાણથલીમા વેપારી સાથૅ કળાબાજ કાબા ની ઠગાઇ રૂ,1,29 લાખનું લોખંડ સિમેન્ટ લઈ ગઠીયૉ છું મંતર આટકો પોલીસે તપાસ આદરી
જસદણના આટકોટમાં હાર્ડવેર વેપારી સાથે રૂ. 1,39,720 ની કળાબાઝ કાબો ઠગાઇ કરી ગયો હોવાનું બહાર આવ્યું છે ગોડાઉન બનાવવા માટે લોખંડ અને સિમેન્ટની જરૂર હોવાનું જણાવી અજાણ્યા શખ્સે વેપારીનો વિશ્વાસ જીતી બે બોલેરો પીકઅપમાં લોખંડ ભરાવી લઈ પેમેન્ટ કર્યા વગર ફરાર થઈ જતાં આટકોટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આટકોટ ગામે રહેતા અને સાણથલી ખાતે રામ સેલ્સ નામે હાર્ડવેર તથા બિલ્ડિંગ મટિરિયલનો વ્યવસાય કરતા ગૌતમભાઈ કાનજીભાઈ વસ્તરપરાને અજાણ્યા મોબાઇલ નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાનું નામ કનુ મકવાણા હોવાનું જણાવી
યાદી ગોડાઉન બનાવવા માટે મોટી માત્રામાં લોખંડ અને સિમેન્ટની જરૂર હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ વોટ્સએપ મારફતે માલસામાનની મોકલવામાં આવી હતી. વેપારીએ માલનો અંદાજિત ભાવ મોકલતા આરોપીએ રૂ. 1.40 લાખ આંગડિયા મારફતે મોકલવાની વાત કરી હતી. જોકે બાદમાં પોતે રૂબરૂ આવીને રૂપિયા ચૂકવશે તેમ કહી વેપારીનો વિશ્વાસ જીત્યો હતો. આરોપીએ પોતે વ્યસ્ત હોવાનું જણાવી બે અલગ-અલગ બોલેરો પીકઅપ મોકલી હતી. વેપારીએ વિશ્વાસમાં આવી ઓર્ડર મુજબનું લોખંડ બંને વાહનોમાં ભરાવી આપ્યું હતું. માલ લઈ ગયા બાદ આરોપીએ પેમેન્ટ બાબતે વારંવાર બહાના બનાવ્યા હતા અને વેપારીને આટકોટ બોલાવ્યો હતો, પરંતુ પોતે
હાજર રહ્યો નહોતો. અંતે તેનો મોબાઇલ ફોન પણ બંધ આવવા લાગ્યો હતો. બાદમાં આરોપીએ ઇન્ડિયન ઓવરસીઝ બેંક, આણંદપર શાખાનો રૂ. 1.40 લાખનો ચેક મોકલ્યો હતો. તપાસ દરમિયાન ખાતામાં પૂરતી રકમ ન હોવાનું સામે આવતા ચેક બાઉન્સ થયો હતો. ત્યારબાદ પણ માલની રકમ ચૂકવવામાં ન આવતા વેપારીને પોતાની સાથે છેતરપિંડી થયાની ખાતરી થઈ હતી.
ફરિયાદના આધારે આટકોટ પોલીસે આરોપી કનુ મકવાણા સહિત ત્રણ વ્યક્તિઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ 318(4) અને 54 હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે મોબાઇલ નંબર, વાહનો અને અન્ય પુરાવાઓના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી હતી.