આટકોટમાં ખૅડુત પરિવાર વાડીએ ખૅતી કામૅ જતા ચોર મવાલી ત્રાટક્યા બંધ મકાનમાંથી સોના ચાંદીના જર ઝવેરાત રોકડ બઠાવી નિશાચરો છુ લતા વાસીઓમાં ફફડાટ
ગામમાં સીસીટીવી લગાવવા તેમજ પોલીસ પેટ્રોલિંગ વધારવા ગ્રામજનોની માંગ ચોર મવાલિયો બારી તોડીને ઘરમાં ઘુસ્યા પોલીસૅ તપાસ આદરી
જસદણ તાલુકાના આટંકોટ ગામની સોમનાથ સોસાયટીમાં રહેતા મનોજભાઈ કટેસીયા નાં બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરતાં ચકચાર મચી ગઈ છે ચોર મવાલી નિશાચરૉઍ પોલીસના ડર વગર બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ સોના-ચાંદીના ઝવેરાત દાગીના તેમજ રોકડ રકમની ઉસેડી ગયા હોવાની માહિતી સામે આવી છે ખેડૂતના ઘરમાં રહેલ કબાટમાં સોના ચાંદી ની જર ઝવેરાત તેમજ રોકડ કબાટ તોડી ઘરની બારી તોડી ઉઠાંતરી કરી
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. બંધ મકાનમાં થયેલી ચોરીને પગલે સોસાયટીના રહેવાસીઓમાં ચિંતા જોવા મળી રહી છે હાલમાં ચોરીની ચોક્કસ રકમ અને અન્ય વિગતો અંગે વધુ માહિતી સામે આવવાની બાકી છે. પોલીસ તપાસ બાદ સમગ્ર ઘટનાની વધુ વિગતો જાણવા મળશે.
હાલ નબળુ વરસ હોય ત્યારે ચોરીના બનાવો વધવાની સંભાવના છે જ્યારે પોલીસ દ્વારા કડક પેટ્રોલિંગ કરવામાં આવે તેમ જ અજાણ્યા રહેતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે તેમ જ સીસીટીવી ગામમાં મૂકવામાં આવે તો ચોરીના બનાવો અટકી શકે તેવી ગ્રામજનોની લાગણી છે