error: This Content is protected !!

ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં છુટ થી પીવાય છે દર ૩જી મિનિટે શરાબ સંબંધી બ્લડ સેમ્પલ પ્રોસેસ ગત વર્ષે દારૂ પીધેલા વ્યક્તિના ૧.૮૯ લાખ સેમ્પલનું પ્રોસેસીંગ

પોલીસ બુટલેગરો સપ્લાય નેટવર્ક ઉપર ધૉષ બોલાવે જ છે પરમીટ વગર દારૂ પીનારા અમદાવાદ સુરત રાજકોટ જેવા મહાનગરોમાં લોકોનુ વધુ પ્રમાણ છે

 

 

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં છૂટ્ટથી પીવાય છે અને કરોડો રૂપિયાનો દારૂ હજમ થાય છે તે નવી વાત નથી જ્યારે એક રીપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે સરકારી હોસ્પીટલોમાં દર ત્રીજી મીર્નીટે એક બ્લડ સેમ્પલ શરાબ સેવન ચકાસવાનું હોય છે.

રાજ્યના ગૃહ વિભાગના આંકડા પ્રમાણે ગત વર્ષમાં નશાબંધી કાયદા હેઠળ રાજ્યમાં શરાબ સેવન ચકાસવા ૧.૮૯ લાખ બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે જે દરરોજના ૫૧૮ તથા દર ત્રણ મીર્નીટ એક થવા જાય છે. ભાવનગર પંથકમાં તાજેતરમાં ૧૩ માણસોનો ભોગ લેનારા લઠ્ઠકાંડ વખતે આ રીપોર્ટ ચોંકાવનારો

છે. અધિકારીઓના કહેવા પ્રમાણે દારૂ પીધાની શંકાથી લોકોને પકડવામાં આવે જ્યારે દારૂ પીધાનું પ્રસ્થાપિત કરવા બ્લડ સેમ્પલ લેવામાં આવે છે અને લોહીમાં દારૂના અંશ છે કે કેમ તે ચકાસવા ફોરેન્સીક સાયન્સ લેબમાં સેમ્પલ મોકલવામાં આવે છે. બ્લડમાં શરાબનું પ્રમામે ૦.૦૫ ટકા કે કેથી વધુ હોય તો દારૂબંધી કાયદા હેઠળ કેસ બને છે. દારૂ સેમ્પલ લેવામાં આવે જ્યારે આ પ્રમાણ ૦.૦૩ ટકા ગણવામાં આવે છે.ગૃહ વિભાગના જ સુત્રોએ કહ્યું કે એક ટકાથી પણ ઓછા કેસોમાં દારૂ પીધાનું પ્રસ્થાપિત થઇ શકતું નથી. સામાન્ય રીતે સુરક્ષા જવાનો બંધ એનેલાઇઝરથી પ્રાથમિક તપાસ કરી જ લેતા હોય છે અને ત્યારબાદ જ બ્લડ સેમ્પલ લેવા જેવી આગળની કાર્યવાહી થાય છે. ફોરેન્સીક સાયન્સ લેબ દ્વારા દરરોજ પ્રોસેસ કરાતા બ્લડ સેમ્પલમાં મોટો હિસ્સો શરાબ સંબંધી બ્લડ સેમ્પલનો જ હોય છે. સમયસર રીપોર્ટ આવે અને પારદર્શકતા જળવાય તે માટે ખાસ સિસ્ટમ અમલમાં છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કેટલાંક કેસોમાં યોગ્ય પરિણામ ન આવે તો ફરીથી સેમ્પલ લેવામાં આવે છે એટલે જેટલા સેમ્પલ લેવાયા તેટલા પીધેલા પકડાયાનું કહી ન શકાય.પોલીસ દ્વારા દારૂબંધીના કડક અમલ માટે બુટલેગરો તથા તેના સપ્લાય નેટવર્ક પર ઘૌંસ બોલાવવામાં આવે જ છે. પરમીટ વિના દારૂ પીતા પકડાતા લોકોમાં અમદાવાદ, સુરત રાજકોટ જેવા મહાનગરોમાં લોકોનું પ્રમાણ વધુ હોય છે.