જસદણ માર્કેટિંગ યાર્ડમાં બજાર સમિતિનૉ આવતીકાલે ભાદરવી અમાસ નિમિત્તે તમામ હરાજી કામકાજ બંધ રાખવા નિર્ણય
જસદણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આવતીકાલે ભાદરવી અમાસ નિમિત્તે 11 સપ્ટેમ્બર, શુક્રવારે યાર્ડનું તમામ પ્રકારનું ખરીદ-વેચાણ અને હરાજીનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે માર્કેટિંગ યાર્ડ કમિટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે યાર્ડમાં શુક્રવારે ખેડૂતો, કમિશન એજન્ટો અને વેપારીઓ માટે કોઈપણ પ્રકારનું ખરીદ-વેચાણ કે હરાજીનું કામકાજ થશે નહીં તેની ખેડૂતો તથા સૌ લગતો વળગતા ઑઍ નોંધ લેવી ત્યારબાદ 12 સપ્ટેમ્બર, શનિવારે સવારે 8.30 વાગ્યાથી ઘઉંના પાલ તેમજ તમામ પરચુરણ જણસીઓની હરાજીનું કામકાજ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. બજાર સમિતિ બોર્ડ દ્વારા અંતમાં ખેડૂતો, દલાલો, વેપારીઓ અને વાહનચાલકોને સમયપત્રકની નોંધ લેવા તેમજ શુક્રવારે યાર્ડમાં માલ નહીં લાવવા જણાવાયું છે