ગુજરાતમાં વિદેશી શરાબ મોંઘો દાટ નો ચીયર્સ 3100 ની બોટલના 4050 ગ્લેન ફિડીયન બ્રાન્ડના 10000 ના 18000 પરમિટ હોલ્ડરોએ બ્રાન્ડ બદલી
લઠ્ઠાકાંડને કારણે પરમીટ ધારકૉ વધ્યા હતા પરંતુ રાજય સરકારે કેગના રિપોર્ટ બાદ સ્પે.ટેક્ષ ફોર્મ્યુલા બદલી ૬૦% ભાવવધારો કરતા પ્રથમ સપ્તાહમાં જ વેચાણ ઘટયુ
ગુજરાતમાં પરમીટથી વેચાતા વિદેશી બ્રાન્ડના શરાબ પર જે સોશિયલ ફ્રી હેઠળ વધારાનો હેઠળ લાદવામાં આવે છે તેની ગણતરીની ફોર્મ્યુલા સામે 'કેગ'ના રિપોર્ટમાં પ્રશ્નો ઉઠાવાયા બાદ રાજય સરકાર લાંબાગાળાની નીતિ નકકી કરવા એક હાઈપાવર કમીટી બનાવી છે તે વચ્ચે હાલ પરમીટ શોપમાં વેચાતા વિદેશી બ્રાન્ડના શરાબ પરની ડયુટી વધારી દેવાતા હવે લીડર શોપ પર આ પ્રકારનો શરાબ ૬૦% જેવો મોંઘો થઈ જશે. સરકારનો ઈરાદો વધુ વેરા આવક મેળવવા કરતા આ વિદેશી બ્રાન્ડના શરાબ જેની આયાત થાય
છે તેનો ઉપયોગ ઘટે તે જોવાનો છે અને આ નવી નીતિ અમલમાં આવ્યા બાદ પ્રથમ સપ્તાહમાંજ વેચાણમાં ૩૦%નો ઘટાડો થયો છે. હવે આ અંગે જે કમીટી નિયુક્ત થશે તેની ભલામણો લાંબાગાળા માટે અમલી બનશે. નવી ફોર્મ્યુલા મુજબ ૭૫૦ મીલીલીટરની બોટલ વિદેશી આયાતી શરાબ પરની બેઝીક ડયુટી રૂા.૩૭૫ થી વધારી લીધી રૂા.૧૫૦૦ કરવામાં આવી છે. રૂા.૬૦૦૦ની બેઝીક વેલ્યુ ધરાવતી અનેક બ્રાન્ડ જેના પરની સ્પે. ફી રૂા.૧૫૦૦ હતી તે વધારી રૂા.૬૦૦૦
કરવામાં આવે છે. આ કારણે સ્કોટીશ લીડર જે એન્ડ બી, જહોન બાર સહિતની બ્રાન્ડ જેમાં રેડ લેબલનો પણ સમાવેશ થાય છે તે ૬૦થી૭૦% મોંઘી બની ગઈ છે. અગાઉ રૂ.૩૧૦૦માં મળતી બોટલ રૂા.૪૫૦માં મળે છે તો ગ્લેનફિડીય જેવી બ્રાન્ડ તો રૂા.૧૦૦૦૦માંથી રૂા.૧૮૦૦૦ થઈ ગઈ છે. આમ હવે ભારતમાં બનતા વિદેશી લેબલના શરાબ તથા વિદેશી આયાત થતા શરાબ એમ બે કેટેગરીની હવે અલગ અલગ સ્પે.ફી લેવાશે. હાલ ગુજરાતમાં ૯૦ જેટલી પરમીટ લીકર શોપ છે અને તા.૧ સપ્ટે.થી આ નવી ફોર્મ્યુલા અમલી બની છે પણ હાલ તહેવારો સમયે શરાબની માંગ વધુ હોય છે. તેમાં ૨૦-૩૦% વેચાણ ઘટી ગયુ છે.
હવે પરમીટ શોપ પર જઈને વિદેશી બ્રાન્ડ ખરીદનારને પણ ટેસ્ટ બદલવો પડે તેવી તૈયારી છે. રૂા.૩૧૦૦ની બોટલ અંદાજે રૂ.૪૯૫૦ એટલે કે રૂા.૫૦૦૦માં ખરીદવી પડે છે. હવે જે બોટલ અન્ય રાજયોમાં રૂા.૧૨૦૦-૧૫૦૦માં મળે તેના રૂ.૫૦૦૦ રાજયમાં કોણ ચુકવશે. અનેક શોપમાં તો મોંઘી બ્રાન્ડ જ વેચવાનું બંધ કરી દીધો છે.