જસદણના શાંતિનગર રાજાવડલા ગામૅ મિલકતમાં ભાગ મુદ્દે પરણીતા પર દિયર દેરાણી અને સસરાઍ ઢીકા પાટુ નો માર મારી ધારિયાના ઉંધા ઘા ઝીંકી દીધા
જીગલબૅનનૅ છોડાવવા પતિ મુકૅશભાઇ વચ્ચે પડતા તેને પણ માર માર્યો જમીનમાં ભાગ અને કચરો ઉડવા બાબતે ડખ્ખો પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી
જસદણના શાંતિનગર રાજાવડલા ગામ વચ્ચે જમીન ધરાવતા જીગલબેન મુકેશભાઈ કટેશીયા ઉ.વ.૨૮ સાથે જમીનના ભાગ બાબતે બોલવા ચાલવા વહેવાર ન હોવાનો ખાર રાખી કચરો ન ઉડાડવા અને જમીનમાં ભાગ મુદ્દે બોલાચાલી કરી તેના સસરા મનુભાઈ કટેશીયા દિયર-જયરાજ અને દેરાણી આશાબેન ગાળો દઈ ઢીકાપાટુનો માર મારી ઉંધા ધારીયાના ઘા ઝીંકી દીધા હતાં તેના પતિ છોડાવવા વચ્ચે પડતા પડતા તેને પણ પણ માર મારતા જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે
જીગલબેને ફરીયાદમાં જણાવ્યું કે તેના સસરા દિયર સાથે પાડોશમાં એક જ ઓસરીએ રહે છે. ગઇકાલે રાત્રે તેના પતિ વાડીએ પાણી વાળતા હતા. અને તે ઘરે, સફાઈ કરતા હતા ત્યારે કચરો દિયરના ઘર તરફ ઉડતા દેરાણીએ ઉશ્કેરાઈ ગાળો આપી હતી. બાદમાં સસરા, દિયર અને દેરાણીએ ઢીકાપાટુનો માર મારી ઉંધા ધારીયાના ઘા ઝીંકતા ઈજા થઈ હતી બુમાબુમ થતા પાણી વાળતા તેના પતિ છોડાવવા વચ્ચે પડતા તેના પર પણ પાઈપ અને ધારીયા વડૅ હુમલો કરી ઈજા કરી હતી એટલુ જ નહી. આરોપીઓઍ આજ તૉ જીવતા નથી મુકવા જાનથી મારી નાખવા છે. તેમ ધમકી આપતા હતા બુમાબુમ થતા ત્રણેય ત્યાંથી ચાલ્યા ગયા હતાં. તેને ઈજા થતા જસદણ બાદ રાજકોટની સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જીગલબને પોલીસને વધુમાં જણાવ્યુ હતુ કૅ છેલ્લા દોઢેક માસાથી બોલવા-ચાલવાનો સંબંધ ન હતો. જેનો ખાર રાખી કચરો ઉડવા બાબત દેરાણીએ બોલાચાલી કરી ગાળો આપી ત્રણેય હુમલો કરી આજ પછી તેને મિલ્કતમાં ભાગ નથી. આપવો. કહી ધમકી આપી હતી. જસદણ પોલીસના પીએસઆઇ એમ. ડી. વાઘેલાએ આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે