વીંછિયા તાલુકાના ફુલઝર ગામની ધો.11ની વિદ્યાર્થિનીનું ઝેરી દવા પી લેતા મોત ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારમા અરેરાટી વ્યાપી ગઈ
પ્રથમ મોઢુકા હોસ્પિટલ ત્યારબાદ જસદણ હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો
વીંછીયા તાલુકાના ફુલઝર ગામમાં રહેતી અને ધોરણ ૧૧માં અભ્યાસ કરતી ૧૬ વર્ષીય સગીરા કીર્તિ બીજલભાઈ ખેરાળા એ અગમ્ય કારણોસર કોઈ ઝેરી દવા ગટગટાવી લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જેના કારણે સ્થાનિક પંથકમાં અને પરિવારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે પ્રાપ્ત વિગતો અનુસાર, કીર્તિએ આશરે આઠ દિવસ પહેલા પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. ઝેરની અસર થતા જ તેને તાત્કાલિક પ્રથમ મોઢુકા અને ત્યારબાદ વધુ સારવાર માટે જસદણ ખાતે લઈ જવામાં આવી હતી.જોકે, ત્યાં પણ તેની તબિયતમાં સુધારો ન થતાં અને સ્થિતિ વધુ ગંભીર બનતા તેને તાકીદે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલના બિછાને જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાધા બાદ આખરે સારવાર દરમિયાન કીર્તિએ દમ તોડયો હતો.
મૃતક કીર્તિના પિતા બીજલભાઈ વ્યવસાયે ખેતીકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. કીર્તિ પોતાના બે બહેન અને એક ભાઈના ભાઈ-ભાંડુઓમાં સૌથી મોટી હતી. ધોરણ ૧૧ માં ભણતી આશાસ્પદ દીકરીએ આઠ દિવસની ટૂંકી સારવાર બાદ હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લેતા શ્રમિક અને ખેડૂત પરિવાર પર આભ તૂટી પડયું છે.