ખડવાવડી ગામેથી પવનચક્કીમાંથી તસ્કરો ત્રણ ટ્રાન્સફોર્મર એક યુપીએસ સહિત રૂા. ૨૧ હજારનો મુદામાલ તફડાવી ગયા સુપરવાઇઝરે ફરિયાદ નોંધાવી
અગાઉ કુંદણી ગામૅ તથા કનેસરા ગામે પણ પવનચક્કી માંથી આ જ પ્રકારે ચોરી થઇ હતી ભાડલા પોલીસે ફરીયાદ નોંધી તોસ્કરોનું પગેરું મેળવવા તપાસ આદરી
જસદણના તાલુકાના ગઢડીયા ગામે રહેતા અને સૂઝૂલોન કંપનીમાં સિકયુરીટી
સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા નરશીભાઈ કલોતરા એ ભાડલા પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું કે, તે ગઈ તા. ૨૦ ના ઘરે હતા ત્યારે તેના નાના ભાઈએ કોલ કરી વાત કરી હતી કે કંપનીમાંથી ફોન આવ્યો હતો કે પવન ચક્કીમાં નેટ કનેકટીવીટી આવતી નથી
જેનું લોકેશન આપણા વિસ્તારમાં જસદણ તાલુકાના ભાડલા પોલીસ સ્ટેશન હેઠળના ખડવાવડી ગામની સીમામં છે. તેણે ત્યાં જઈ પવનચક્કી અંદર જોતા ૩ ટ્રાન્સફોર્મર સાથે વાયર તુટેલા હતાં. તેમજ ૩ ટ્રાન્સફોર્મ અને ૧ યુપીએસ જોવા આવ્યુ ન હતું. આ વાત સાંભળી તે ઘટના સ્થળે તપાસ કરતા તસ્કરો ચોરી ગયાની જાણ થઈ હતી. તેમજ
અંગાઉ પણ જસદણના કુંદણી ગામની સીમમાં 3 ટ્રાન્સફોર્મર અને યુપીએસ તથા કેનસરા ગામેથી ૬ ટ્રાન્સફોર્મર અને બે યુપીએસની ચોરી થયેલ હતી. બાદમાં ફરીયાદ નોંધાવી હતી ભાડલા પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા તપાસ આદરી છે