error: This Content is protected !!

જસદણના બજરંગ નગર અને ઘનશ્યામ નગરમાં એક રાતમાં બે મકાનમાં તસ્કરો ત્રાટક્યા 12 તોલા સોનું અને રૂ,1.30 લાખની રોકડ ચોરી નિશાચરો નાસી છુટ્યા

ચોરીની ઘટના સીસીટીવીમાં કૅદ ત્રણ અજાણ્યા શખ્સૉ દૅખાયછૅ તૅ ચડ્ડી બનીયાન ધારી હોવાની આશંકા છે પોલીસે ચૉરૉના સગડ મેળવવા તપાસ આદરી

 

જસદણના ચિતલીયા રોડ વિસ્તારમાં ઘનશ્યામ નગર અનૅ બજરંગ નગરમા એક જ રાતમાં તસ્કરોએ બે રહેણાંક મકાનનૅ નિશાન બનાવી કુલ 12 તોલા સોનાના દાગીના અને રૂ. 1.30 લાખ રોકડા ની ચોરી કરી નિશાચરો પલાયન થઈ ગયા હતા.

બનાવની વિગતો મુજબ, પ્રથમ ઘટનામાં જસદણના ચિતલીયા રોડ પર આવેલા ઘનશ્યામનગરમાં. રહેતા હરેશભાઈ ડાયાભાઈ ભુવાના

મકાનને રાત્રિના સમયે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો મકાનમાંથી 4 તોલા સોનાના દાગીના તથા રૂ. 85 હજારની રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘર નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં ત્રણ અજાણ્યા શખ્સો કેદ થયા હતા, જેમના પહેરવેશ પરથી તેઓ ચડ્ડી-બનિયાનધારી ગેંગ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જ્યારે ચોરીનો બીજો બનાવ જસદણના બજરંગનગરમાં બન્યો હતો. જ્યાં રાહુલભાઈ રમેશભાઈ દાવડાના બંધ મકાનમાંથી તસ્કરો 8 તોલા સોનાના દાગીના અને રૂ. 45 હજારની રોકડ રકમ ઉઠાવી ગયા હતા. જોકે, આ ઘટના સ્થળની આસપાસ સીસીટીવી કેમેરા ન હોવાથી તસ્કરો કેમેરામાં કેદ થયા નહોતા

એક જ રાતમાં બે સ્થળે ચોરીની ઘટના બનતાં સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો. બંને મકાન માલિકોની ફરિયાદના આધારે જસદણ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.