જસદણ કોર્ટૅ PGVCL ની મિલકતો જપ્ત કરવા વોરંટ જારી કર્યું વીજશોકથી લીલાપુર ના હીતૅશભાઇ રામાણીના મૃત્યુના કેસમાં 96.24 લાખ ન ચૂકવાતા કોર્ટની કાર્યવાહી
જસદણના લીલાપુર ગામના હિતેશભાઈ ખીમજીભાઇ રામાણીનૅ વર્ષ 2019માં વીજ કરંટ લાગવાની ઘટનામાં મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મૃતકના પરિવારજનોએ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની બેદરકારી સામે વળતર મેળવવા માટે કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. આ કેસની સુનાવણી બાદ જસદણ કોર્ટે 22 જાન્યુઆરી, 2026ના રોજ પીડિત પરિવારની તરફેણમાં ચુકાદો આપી PGVCLને વાર્ષિક 9 ટકા વ્યાજ સાથે રૂ. 58.77 લાખનું વળતર ચૂકવવા સ્પષ્ટ આદેશ કર્યો હતો કોર્ટના આદેશ છતાં લાંબા સમય સુધી વળતરની ચૂકવણી કરવામાં ન આવતાં, 9 ટકા વ્યાજ સાથે આ વળતરની કુલ રકમ વધીને રૂ. 96.24 લાખ સુધી પહોંચી ગઈ છે. નિર્ધારિત સમયમાં રકમ જમા ન કરાવવામાં આવતાં જસદણ કોર્ટે PGVCL વિરુદ્ધ મિલકત જપ્તીનું વોરંટ જારી કર્યું છે. કોર્ટના આ આદેશના પગલે જો તુરંત ચૂકવણી નહીં થાય તો PGVCL કચેરીઓની જંગમ—સ્થાવર મિલકતો જપ્ત કરવાની તેમજ જરૂર પડયે કચેરીઓ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.
આકેસમાં હાઇકોર્ટમાં અપીલ પ્રક્રિયા ચાલુ છે આ મામલે જસદણ PGVCL
વિભાગના કાર્યપાલક ઈજનેર ભગીરથસિંહ આહિરે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ સંદર્ભે વર્ષ 2018ના એક કેસને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અપીલ પ્રક્રિયા હાલ ચાલુ છે. તેમણે ઉમેર્યું હતું કે કોર્ટ દ્વારા મિલકત જપ્તી અંગેની કોઈ સત્તાવાર નોટિસ કે જાણકારી હજુ સુધી તેમને મળી નથી અને હાઈકોર્ટના આખરી નિર્ણય મુજબ વિભાગ દ્વારા આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.