વીંછિયાના સનાળીની સીમમાં જંગલી મધમાખીનું ઝુંડ અચાનક ઉડતા નાસ ભાગ મચી હતી માખીઓ કરડતા વૃદ્ધનું ખૅડુતના મૉતથી પરિવારમાં ગમગીની અન્ય ત્રણ ચાર લોકોને પણ ડંખ માર્યા
વિછીયા તાલુકાના સનાળી ગામની સીમમાં અચાનક જ જંગલી મધમાખીનું ઝુંડ ઉડતા નાશ ભાગ મચી ગઈ હતી સનાળીના વૃદ્ધ ખૅડુત વશરામભાઈ અરજણભાઈ ફતેપરા દેવધરી ના સીમાડા પાસે આવેલી પોતાની વાડીએ ખેતીકામ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક મધમાખીનું ઝુંડ ઉડી આવ્યું હતું અને તેમના પર હુમલો કરી દીધો હતો અને નાશ ભાગ મચી ગઈ હતી મધમાખીઓના હુમલામાં ખૅડુત વશરામભાઈ સહિત ત્યાં હાજર અન્ય ત્રણથી ચાર લોકોને પણ ડંખ માર્યા હતા જોકે વશરામભાઈને મધમાખીના ડંખથી ગંભીર અસર થઈ હતી ઘટનાની જાણ થતા જ
આજુબાજુના લોકો જોડી આવ્યા હતા તેમને વધુ સારવાર અર્થે બોટાદની હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ સારવાર મળ્યાના માત્ર બે કલાકમાં જ તેમનો જીવ બચાવી શકાયો નહોતો અને તેમણે દમ તોડયો હતો બનાવથી પરિવારમાં શૉકનુ મૉજુ ફરી વળ્યું હતું