error: This Content is protected !!

જસદણના મૅઘપર ગામૅ સાણથલી વાસાવડ રૉડને જોડતા બ્રિજનું રૂ.૧૨૦ લાખના ખર્ચે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

કોઝવે પર માઇનૉર બ્રિજના

નિર્માણથી મેઘપર થી સાણથલી વાસાવડ રૉડ તથા ગોંડલ તરફ અવરજવર માટે પરિવહન સુવિધા સરળ બનશે જન સુખકારી માં વધારો થશે

 

 

જસદણ તાલુકાના મેઘપર ગામે સાણથલી–વાસાવડ રોડને જોડતા એપ્રોચ રોડ પર માઇનોર બ્રિજના નિર્માણકાર્યનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ઇમર્જન્સી કોટા હેઠળ રૂ. ૧૨૦ લાખના ખર્ચે નિર્માણ પામનારા આ બ્રિજના ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ એ જણાવ્યું હતું કે, હાલના કોઝવે પર બ્રિજ બનવાથી મેઘપરથી સાણથલી તેમજ ગોંડલ તરફ અવરજવર કરતા લોકોને પરિવહનની સુવિધામાં વધારો થશે. રોડ-રસ્તા અને પુલના નિર્માણથી માત્ર પરિવહન જ નહીં, પરંતુ લોકોની સુખાકારીમાં પણ વધારો થાય છે 

મંત્રી બાવળીયા એ બ્રિજના નિર્માણકાર્યમાં ગુણવત્તા જાળવવા પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગુણવત્તાયુક્ત કામગીરીને પ્રાધાન્ય આપે છે. જો કામગીરીમાં ક્યાંય ગુણવત્તાની ખામી જણાય તો ગ્રામજનો અને આગેવાનોએ સંબંધિત તંત્રનું ધ્યાન દોરવું જોઈએ, જેથી સમયસર જરૂરી સુધારાત્મક પગલાં લઈ શકાય માર્ગ અને મકાન વિભાગના અધિકારી તેજસભાઈએ જણાવ્યું હતું કે, કેનાલ પરના હાલના કોઝવેની જગ્યાએ રૂ. ૧૨૦ લાખના ખર્ચે સાત મીટર લંબાઈના ચાર ગાળામાં માઇનોર બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત, બ્રિજની બંને તરફ એપ્રોચ રોડ તેમજ જરૂરિયાત મુજબ પ્રોટેક્શન વોલ સહિતની કામગીરી પણ હાથ ધરવામાં આવશે પ્રસંગે સરપંચ સુભાષભાઈ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.