વિરનગરમાં જમીન ચોખ્ખી કરાવવાના નામે કૅયુર ભુવા પાસેથી ગોંડલના કથિત પત્રકારે ૧૦ લાખ પડાવ્યા આટકોટ પોલીસમાં ગુનો નોંધાયો
પિતાની બિમારીના ઇલાજ માટે કૌભાંડી અલ્પેશ દોંગા પાસેથી જમીન છુટી કરાવવાનું કહી રૂપિયા ચાઉં કરી ગયો રવિ રામાણી સામે વધુ એક ગુન્હો નોંધાયો
જસદણ તાલુકાના વિરનગર ગામના અને હાલ રાજકોટ કોઠારીયા રોડે પર ગોકુળ પાર્ક શેરી માં રહેતા કેયુરભાઈ ગોરધનભાઈ ભૂવા ઉ.વ. ૨૭ એ ગોંડલના કહેવાતા પત્રકાર રવિ રામાણી રહે. ગોંડલ સામે આટકોટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં ફરિયાદી કેયુરભાઈએ જણાવ્યું કે, વર્ષ ૨૦૧૫માં તેના પિતાને કેન્સરની બીમારીના ઈલાજ માટે કૌભાંડી અલ્પેશ દોંગા પાસેથી રૂા. ૧૫ લાખ લીધા હતા અને સિક્યુરિટી પેટે વિરનગર ગામે આવેલી ૧૧ વીઘા જમીન રાખી હતી. જેનો તેણે પ્રેમજી વાડીયા રહે. વિરનગરના નામે દસ્તાવેજ કરાવી નાખ્યો હતો જે બાબતે કોર્ટમાં કેસ ચાલુ છે.પિતાના ભાગીદારના મિત્ર મારફતે આરોપી રવિ સાથે સંપર્ક થયો હતો. વર્ષ ૨૦૨૦માં ગોંડલના ગુંદાળા ચોકડી પાસે આવેલી તેની ઓફિસે જઈને મુલાકાત કરતા આરોપી રવિએ કહ્યું કે હું તમારી જમીનનો કેસ ચાલે છે તે પુરા કરાવી જમીન ચોખ્ખી કરાવી આપીશ જમીન ચોખ્ખી કરાવવી હોય તો રૂા. ૧૦ લાખ થશે થોડા સમય પછી આરોપી રવિએ તેને અને પિતાને વિરનગર બોલાવીને છે તમે મને દસ લાખ આપો તમારી જમીન ચોખ્ખી કરાવી આપીશ હું પત્રકાર છું જો તમે મને દસ લાખ નહીં આપો તો તમે આ જમીન વેચી નાખી છે તેમ છતાં તમે રૂપિયા પડાવવા માટે ખોટી ફરિયાદ કરો છો. તેવા સમાચાર બનાવી વાયરલ કરીશ અને તમારી સામે ખોટા દસ્તાવેજો બનાવવાની ફરિયાદ
દાખલ કરાવીશ તેવી ધમકી આપી હતી. ખોટી ફરિયાદ કરાવશે તેવી બીકના કારણે અલગ-અલગ સમયે આરોપી રવિએ રૂા. ૧૦ લાખ લઈ લીધા બાદ આજદિન સુધી રૂપિયા પરત ન આપતા ફરીયાદ કરી છૅ
આટકોટ પોલીસે રવિ રામાણી સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથધરી છે ઉલ્લેખનીય છે કે, કહેવાતા પત્રકાર રવિ સામે અગાઉ પણ ગોંડલની પરિણીતા પાસેથી પતિના જામીન કરાવી દેવા તેમની ઉચાપતના ગુનામાં તેનું અને તેના સસરાનું નામ નહીં ખોલવા બાબતે ધમકી આપી રૂા. ૨૬ લાખ પડાવ્યા અંગેની ગોંડલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી