error: This Content is protected !!

જસદણના શિવરાજપુરના સાયબર ફ્રોડના વોન્ટેડ આરોપીનૅ ગામના બસ સ્ટેન્ડ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો બોટાદ સાયબર ક્રાઇમના ગુનામાં લાંબા સમયથી ફરાર હતો

જસદણ તાલુકાના શિવરાજપુર ગામના સાયબર રોડના આરોપી ને શિવરાજપુર બસ સ્ટેન્ડ પાસેથી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચૅ ઝડપી પાડ્યો છૅ બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપી શિવરાજપુર ના વિશાલ ઝાપડિયા ને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો છૅ બોટાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ-317(2), 317(4), 54 હેઠળ નોંધાયેલા ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપી વિશાલ વલ્લભભાઈ ઝાપડીયાને રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો હતો ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે, આરોપીને તેના શિવરાજપુર ગામના બસ સ્ટેન્ડ પાસેથી કોર્ડન કરી દબોચી લેવાયો હતો. આરોપી - વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી કરી બોટાદ સાયબર પોલીસને સોંપવા અર્થે તેને જસદણ પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો. આ કામગીરીમાં એલ.સી.બી. પી.આઈ. જે.પી. રાવની આગેવાનીમાં પીએસઆઈ કે.એમ. ચાવડા સહિતનો સ્ટાફ જોડાયો હતો