આજૅ શરદ પૂર્ણિમા ચંદ્ર 16 કળાએ ખીલૅછે દૂધ-પૌઆ કે ખીર ખાવામાં આરોગ્યનું રહસ્ય જગદંબાની આરાધના ઉપાસના રાસ ગરબાનું પ્રાચીન મહત્વ
આજે શરદ પૂર્ણિમા પુનમની આ રાત્રીયૅ જગત જનની અંબાજીમાંની આરાધના ઉપાસના રાસ ગરબાનું અનેરુ મહત્વ છે આજના દિવસે ઘરે ઘરે તેમજ જાહેર કાર્યક્રમોમાં પણ દૂધ-પૌઆ અથવા ખીરનો
પ્રસાદ ધરવાનું તેમજ તેને ખાવાની પરંપરા સદીઓ પૂર્વે આ દિવસ સાથે જોડવામાં આવી છે તેની પાછળ પણ આરોગ્ય સાચવવાનું વિજ્ઞાન છુપાયેલું છે. આયુર્વેદ અનુસાર શરદ તુમાં પિત્ત પ્રકોપ વધતો હોય છે અને આ પિત્ત કે જેને એલોપથીમાં એસિડિટી કહે છે
શરદ પુનમની રાત્રે તમામ કળા પૂર્ણ કરીને ચંદ્ર ૧૬ કળાએ ખિલી ઉઠે છે. આ ૧૬ કલા એટલે પખવાડિયામાં ૧૫ દિવસની ચંદ્રની જોવા મળતી ભિન્ન ભિન્ન આકૃતિ અર્થાત કળા અર્થાત સ્થિતિ કે જેને માણસો નિહાળી શકે છે. ઉપરાંત એક ૧૬મી કળા હોય છે જે માનવ આંખથી જોઈ શકાતી નથી પણ તેની હાજરી હોય છે. આ કળા પરાશક્તિ સંચાલિત ગણાય છે.
શરદપૂનમના દિવસે ક્યા ભગવાનની પૂજા થાય છે ભારતમાં ખગોળીય ઘટનાને માત્ર વિજ્ઞાન સાથે નહીં પણ અધ્યાત્મ સાથે જોડેલ છે. શરદ પુનમના દિવસે-રાત્રે રાધા કૃષ્ણ લક્ષ્મી-નારાયણ. જેમાં ખાસ કરીને આદિવસે લક્ષ્મીપૂજાનું સવિશેષ મહત્વ છે. શિવ-પાર્વતી ઈન્દ્ર અને ઐરાવત ચંદ્ર કે જેને કહેવાય છે તેની એમ ભાવિકો તેમની આસ્થા મૂજબ પૂજન કરતા હોય સોમદેવ સૌરાષ્ટ્રના વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ જ્યોતિર્લિંગનું નામ સ્થાપના અને ઈતિહાસ પણ ચંદ્ર સાથે જોડાયેલ છે આજની રાત્રીએ જગદંબા ભવાનીના રાસ ગરબા આરાધના નું પ્રાચીન મહત્વ રહ્યું છે