જસદણ શહેરના વિવિધ ગણેશ મહોત્સવમાં મંત્રી કુવરજીભાઈ બાવળીયા એ હાજરી આપી વિઘ્નહર્તા દેવની દિવ્ય આરતી પૂજાનો લાભ લઇ ધન્ય થયા
ભાજપના હોદ્દેદારો પાલિકાના સદસ્યો એ સાથે રહી વિઘ્ન હરણાય ધનરાય ગૌરી નંદ ગજાનંદ ભગવાન શ્રી પ્રથમ પરમેશ્વર ની આરતી પૂજા નો લાભ લીધૉ
જસદણ શહેરમાં આટકોટ રોડ ચીતલિયા રોડ પોલારપર રોડ મેઇન બજાર ટાવર ચોક મોતીચોક વિંછીયા રોડ વાજસુરપરા ગંગા ભુવન લાતી પ્લોટ નવા બસ સ્ટેન્ડ જુના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં વિઘ્નહર્તા દેવ ગૌરી નંદ ગજાનંદ ગણપતિ બાપા નું સ્થાપન કરવામાં આવ્યું છે રોજે રોજ ભક્તો દ્વારા આરતી પૂજા અને લાડુ ધરવામાં આવે છે જસદણ વેચ્યના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિવિધ ગણેશ મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને પ્રથમ સમરીએ નામ તમારા ભાગે વિઘ્ન અમારા હે ગજાનંદ પ્રથમ પેલા પૂજા તમારી મંગળમૂર્તિ વાળા ગણપતિ બાપા ની આરતી ઉતારી દર્શન નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી આ તકે મંત્રી કુંવરજીભાઈ સાથે જસદણ નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી ઉપપ્રમુખ હિતેશભાઈ થડેશ્વર આયોજન સમિતિના ચેરમેન પીવીભાઈ ભાયાણી પૂર્વ નગર સેવક મીઠાભાઈ છાયાણી બાંધકામ સમિતિના ચેરમેન સોનલબેન વસાણી તાલુકા મહિલા ભાજપ પ્રમુખ મનીષાબેન રાવલ શહેર મહિલા ભાજપ પ્રમુખ ગોપીબેન છાયાણી નગરપાલિકાના મહિલા સદસ્યાઓ રિદ્ધિબેન પરમાર રીમ્પલબેન ભુવા અસ્માબેન પરમાર કુસુમબેન રાજૅશભાઈ દાવડા નુતનબેન ઠૉળીયા ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો સાથે ઉપસ્થિત રહીને વિઘ્ન હરણાય ધનરાય ગૌરી નંદ ગજાનંદ ભગવાન શ્રી પ્રથમ પરમેશ્વર ગણેશજી ના દિવ્ય દર્શન આરતી નો લાભ લઇ ધન્ય થયા હતા